સંજય મિશ્રાની પત્ની સાથે છે રઘુબીર યાદવને છે નાજાયજ સંબંધ, બંનેને છે 14 વર્ષનો પુત્ર

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્ણિમાં કહ્યુ છે કે રઘુબીર યાદવના સંજય મિશ્રાની પત્ની રોશની સાથે નાજાયઝ સંબંધ છે. જાણો બીજુ શું કહ્યુ...

નેવુના દશકમાં મુંગેરીલાલ કે હસીન સપને જેવા શોથી લોકોના દિલો પર રાજ કરનાર જાણીતા અભિનેતા રઘુબીર યાદવ પર તેની પત્ની પૂર્ણિમા ખરગાએ સંગીન આરોપ લગાવ્યા છે, તેમની પત્નીએ પોતાના પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવીને છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે, એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્ણિમાં કહ્યુ છે કે રઘુબીર યાદવના સંજય મિશ્રાની પત્ની રોશની સાથે નાજાયઝ સંબંધ છે અને બંને લાંબા સમયથી લિવ-ઈન રિલેશનમાં રહી રહ્યા છે અને બંનેને 14 વર્ષનો દીકરો પણ છે.

અભિનેતા રઘુબીર યાદવ પર નાજાયઝ સંબંધનો આરોપ

અભિનેતા રઘુબીર યાદવ પર નાજાયઝ સંબંધનો આરોપ

એટલુ જ નહિ પોતાના ઈન્ટરવ્યુમાં પૂર્ણિમાએ એ પણ કહ્યુ કે રઘુબીરના પરિણીત હોવા છતા અભિનેત્રી નંદિતા દાસ સાથે અફેર હતુ, તે નંદિતા દાસના પ્રેમમાં પડી ગયા હતા, તે નંદિતા દાસને પોતાના પરિવારને મળાવવા પણ લઈ ગયા હતા પરંતુ નંદિતાએ જ તેમને છોડી દીધા અને હવે રોશની સાથે ઈશ્ક ફરમાવી રહ્યા છે. પૂર્ણિમાના જણાવ્યા અનુસાર રઘુવીરની એક્ટિંગ કરિયર માટે તેણે પોતાની કરિયર છોડી દીધી અને રઘુએ તેમની સાથે ચીટિંગ કર્યુ.

રઘુવીર યાદવે 1988માં કથ્થક ડાંસર અને અભિનેત્રી પૂર્ણિમા સાથે લગ્ન કર્યા હતા

રઘુવીર યાદવે 1988માં કથ્થક ડાંસર અને અભિનેત્રી પૂર્ણિમા સાથે લગ્ન કર્યા હતા

પૂર્ણિમાનુ કહેવુ છે કે વર્ષ 1995માં રઘુ મને અને પોતાના પાંચ વર્ષના બાળકને છોડીને ચાલ્યા ગયા ત્યારબાદ પછી ક્યારેય પાછુ વાળીને મારી સામે જોયુ નહિ. તમને જણાવી દઈએ કે રઘુવીર યાદવે 1988માં કથ્થક ડાંસર અને અભિનેત્રી પૂર્ણિમાં સાથે લગ્ન કર્યા હતા પરંતુ આજે તેમની પત્ની લાંબી સમયથી સાથે નથી રહી રહ્યા. બંનેને એક 30 વર્ષનો દીકરો પણ છે કે જે પૂર્ણિમા સાથે રહે છે.

પૂર્ણિમાએ આ અઠવાડિયે જ છૂટાછેડાની અરજી ફાઈલ કરી..

પૂર્ણિમાએ આ અઠવાડિયે જ છૂટાછેડાની અરજી ફાઈલ કરી..

પૂર્ણિમાએ આ અઠવાડિયે જ છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે. તેમણે એ પણ કહ્યુ કે તેમના પતિ રઘુબીર યાદવે મેન્ટેન્સ આપવાથી બચવા માટે મોટાભાગની સંપત્તિ રોશનીની નામે કરી દીધી છે. હાલમાં આ બાબતે રઘુવીર યાદવ તરફથી કોઈ નેદન આવ્યુ નથી. જો કે આ પહેલા 2010માં પૂર્ણિમાએ રઘુબીર યાદવ પર છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો જેના કારણે તેમને એક અઠવાડિયુ જેલની હવા પણ ખાવી પડી હતી ત્યારબાદ કોર્ટે તેમને પત્નીની માફી માંગવાનો આદેશ આપ્યો હતો.

ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો રઘુવીર યાદવનો..

ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો રઘુવીર યાદવનો..

તમને જણાવી દઈએ કે રઘુવીર યાદવે પોતાની એક્ટિંગની કલાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. રઘુબીર યાદવનો જન્મ 25 જૂન 1957ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો, જબલપુર સ્થિત પોતાના ગામથી રઘુબીરે સ્કૂલનો અભ્યાસ કર્યો. આગળના અભ્યાસ માટે તે દિલ્લી આવ્યા અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં એડમિશન લીધુ.

‘સિલ્વર પીકૉક અવૉર્ડ'

‘સિલ્વર પીકૉક અવૉર્ડ'

1990માં દૂરદર્શન પર આવેલા શો ‘મુંગેરીલાલ કે હસીન સપને'માં રઘબીર યાદવે લીડ અભિનેતાની ભૂમિકા નિભાવી હતી. જેનાથી તેમને ઘણી ઓળખ મળી, ફિલ્મ ‘મૈસી સાહબ' અને ‘પીપલી લાઈવ'માં બુધિયાની ભૂમિકાથી તેમણે પોતાના ફેન્સા દિલોમાં એક ખાસ જગ્યા બનાવી. રઘુવીર યાદવ બોલિવુડમાં ‘સિલ્વર પીકૉક અવૉર્ડ' મેળવનાર પહેલા એક્ટર છે. આ અવૉર્ડ ‘મૈસી સાહબ' માટે મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X