મામા રણબીર કપૂરનો નંબર સ્કૂલમાં લીક કરવા માંગતી હતી સમારા, રિદ્ધિમા કપૂરનો ખુલાસો!

હાલમાં રણબીર કપૂરને લઈને એક કિસ્સો ચર્ચામાં છે કે જે તેની બહેન રિદ્ધિમા કપૂરે ધ કપિલ શર્મા શો દરમિયાન કહ્યો હતો.

મુંબઈઃ સુપરસ્ટાર રણબીર કપૂર કેટલો મોટો સ્ટાર છે તે કોઈનાથી છૂપુ નથી અને તેની ફેનફોલોઈંગ પણ ઘણી બધી છે. હાલમાં તેને લઈને એક કિસ્સો ચર્ચામાં છે કે જે તેની બહેન રિદ્ધિમા કપૂરે ધ કપિલ શર્મા શો દરમિયાન કહ્યો હતો કે એક વાર તેની દીકરી સમારા.. રણબીર કપૂરનો નંબર પોતાની સ્કૂલમાં લીક કરવા વિશે વિચારી રહી હતી. સમારા વિચારી રહી હતી કે મામા રણબીર કપૂરનો નંબર છોકરીઓમાં લીક કરી દેવામાં આવે.

ranbir kapoor

તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ રિદ્ધિમાને પૂછ્યુ હતુ કે તેની બહેનપણીઓ કયારેય રણબીર કપૂરનો નંબર માંગ્યો છે તે તેણે આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો. રિદ્ધિમાએ જણાવ્યુ કે સમારાને સ્કૂલનુ કેપ્ટન બનવુ હતુ જેના માટે તેને વોટ મળવા જરૂરી હતા. માટે તેણે એ વાત કીધી હતી કે તે નંબર લીક કરશે તો તેને વોટ મળી જશે. આ દરમિયાન કપિલ શર્મા સાથે ઘણી મઝાની વાતો થઈ.

રિદ્ધિમાએ એ વાતનો ખુલાસો કર્યો કે રણબીર ઘણી વાર તેના કપડા પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી દેતો હતો. એક વાર તેની એક ગર્લફ્રેન્ડ તેનુ ટૉપ પહેરીને ઘરે આવી ગઈ હતી. રણબીર કપૂરને લઈને નીતૂ કપૂર અને રિદ્ધિમાએ ઘણી બધી વાતો કરી હતી. વક્રફંન્ટની વાત કરીએ તો રણબીર કપૂર હાલમાં ઘણી શાનદાર ફિલ્મોમાં બિઝી છે. આ ફિલ્મોમાંથી એક છે બ્રહ્માસ્ત્ર જે ઘણા સમયથી રિલીઝ માટે રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળવાની છે. આલિયા ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે લગ્ન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X