આદિપુરૂષના મેકર્સને સતાવવા લાગ્યો આ વાતનો ડર? બદલવી પડી ફિલ્મની રિલિઝ ડેટ
આદિપુરૂષનુ ટીઝર રિલીઝ કરાયા બાદથી જ વીએફએક્સને લઇ ફઇલ્મને ક્રીટીસાઇઝ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણા હિન્દુ સંગઠનોએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી છે. હવે સમાચાર આવ
આદિપુરૂષનુ ટીઝર રિલીઝ કરાયા બાદથી જ વીએફએક્સને લઇ ફઇલ્મને ક્રીટીસાઇઝ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણા હિન્દુ સંગઠનોએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી છે. હવે સમાચાર આવી રહ્યાં છેકે મકર્સે ફિલ્મની રિલીઝ ડેટ બદલી છે. ચાલો જાણીએ કે રિલીઝ ડેટ બદલવા પાછળનું કારણ શું છે?

કેમ બદલી આદીપુરૂષની રિલીઝ ડેટ
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે 12 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે મેકર્સે તેને પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ છે કે જે સપ્તાહમાં 'આદિપુરૂષ' રિલીઝ થવા જઈ રહી છે, તે જ સપ્તાહમાં સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ 'વાલટેર વીરાય્યા' અને નંદામુરી બાલકૃષ્ણન સ્ટારર 'વીરા સિમ્હા રેડ્ડી' પણ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે નિર્માતાઓને ચિંતા છે કે આ ફિલ્મોના ક્લેશને કારણે તેમની ફિલ્મને તે પ્રકારનો પ્રતિસાદ નહીં મળે. જેની બોક્સ ઓફિસ કલેક્શન પર અસર પડી શકે છે.

મેકર્સને સતાવી રહી છે આ વાતની ચિંતા
ફિલ્મ આદિપુરુષનું ટીઝર રામની નગરી અયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર VFXને લઈને હોબાળો થયો હતો. લોકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. લોકોએ આ VFX ને ટેમ્પલ રન ગેમ સાથે સરખાવ્યા. તો સલમાન ખાનના રાવણ લુકને લઈને ઘણો હોબાળો થયો હતો. આવી સ્થિતિમાં હવે મેકર્સ માને છે કે તેમની ફિલ્મને સાઉથ થિયેટરમાંથી સારો રિસ્પોન્સ મળી શકે છે. પરંતુ મકરસંક્રાંતિના સપ્તાહમાં સતત ફિલ્મો રિલીઝ થવાના કારણે આદિ પુરૂષ માટે મુશ્કેલીઓ વધી શકે છે. એક કારણ એ પણ છે કે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
આદિપુરુષ ફિલ્મ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યાં આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી. હવે તે એપ્રિલ અથવા મે મહિનામાં રિલીઝ થશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ઓમ રાઉત અને તેમની ટીમ ટૂંક સમયમાં નવી રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરશે.












Click it and Unblock the Notifications
