અનુપમાની એક્ટ્રેસે કેમ તેની જ સાવકી દીકરીને મોકલી 50 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ? જાણો સમગ્ર મામલો
Rupali Ganguli: અનુપમા ટીવી શૉમાં લીડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી હાલ ચર્ચામાં છે. અંગત જીવને કારણે રુપાલી ગાંગુલી હાલ ચર્ચામાં છે, રુપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્માએ તેની માતા પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. આ આક્ષેપ બાદ હવે રુપાલી ગાંગુલીએ તેની સાવકી દીકરીને 50 કરોડ રૂપિયાની બદનક્ષીની લિગલ નોટિસ મોકલી છે.
મળતી માહિતી મુજબ ઈશા વર્માએ રૂપાલી ગાંગુલી પર તેના માતા-પિતાના લગ્ન તોડવાનો આરોપ લગાવ્યો છે. તેણે એમ પણ કહ્યું કે રૂપાલી તેને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ત્રાસ આપે છે. હવે આ પછી અભિનેત્રીએ તેની સાવકી પુત્રી વિરુદ્ધ કાર્યવાહી કરી અને નોટિસ મોકલી.

સેટ પર શરમનો કરવો પડ્યો સામનો
આ નોટિસ ઈશાના 'ખોટા અને હાનિકારક' નિવેદનો વિરુદ્ધ હતી અને ગાંગુલી દ્વારા આ પગલું તેની પ્રતિષ્ઠાને બચાવવા માટે લેવામાં આવ્યું છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાંગુલીએ માનસિક તણાવ અને સેટ પર શરમનો સામનો કરવાને કારણે આ પગલું ભર્યું હતું. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાંગુલી ઇચ્છે છે કે તેણી 'ગૌરવપૂર્ણ મૌન' જાળવે, પરંતુ તેના અને અશ્વિન વર્માના 11 વર્ષના પુત્રને પણ સમગ્ર મામલામાં લવવાને કારણે તેને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
જાહેરમાં માફી માંગવાની માગ
ગાંગુલીએ પોતાના વકીલ સના રઈસ ખાન દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહ્યું છે કે ઈશા વર્માએ 50 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. તેણે એમ પણ કહ્યું કે, ઈશાએ તાત્કાલિક બિનશરતી જાહેર માફી માંગવી જોઈએ, નહીં તો ગાંગુલીએ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
2009માં થયા હતા છૂટાછેડા
નોટિસમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 2009માં અશ્વિન અને ઈશા વર્માની માતાના છૂટાછેડા થયા તે પહેલા રૂપાલી ગાંગુલી અને અશ્વિન વર્મા 12 વર્ષથી સારા મિત્રો હતા. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાંગુલીએ ઈશાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળે તે માટે ફોટોશૂટ અને ઓડિશન માટે ખાસ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
