કોણ છે નાગા ચૈતન્યની મંગેરત શોભિતા ધુલિપાલા? જાણો કેટલી સંપતિની માલકિન છે?
સામંથા રૂથ પ્રભુ સાથે ડિવોર્સ લીધા બાદ હવે નાગા ચૈતન્યના જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ છે. નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે સગાઈ કરી છે.
શોભિતા ધુલીપાલા સાથે નાગા ચૈતન્યએ 8 ઓગસ્ટ 2024 ના રોજ સગાઈ કરી છે. આ સગાઈને કારણે બન્ને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

નાગા ચૈતન્ય અને અભિનેત્રી શોભિતા ધુલીપાલા વચ્ચેના અફેરના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. આ કપલે એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી છે.
નાગા ચૈતન્ય સાઉથ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા નાગાર્જુનનો પુત્ર છે. આ પહેલા નાગા ચૈતન્યએ સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્ન પછી તરત જ બંને વચ્ચે મતભેદ શરૂ થઈ ગયો અને બાદમાં બંનેએ એકબીજા સાથે છૂટાછેડા લઈ લીધા.
શોભિત ધુલીપાલા પ્રખ્યાત ફેશન આઇકોન છે. શોભિતાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ રમન રાઘવ 2.0થી કરી હતી અને 2013 માં ફેમિના મિસ ઈન્ડિયા અર્થનો ખિતાબ જીતી ચુકી છે.
તેણીએ દેવ પટેલની એક્શન થ્રિલર મંકી મેન સાથે હોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે, જે તેની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ છે.
શોભિતા ધુલીપાલાનો જન્મ 31 મે 1992ના રોજ આંધ્ર પ્રદેશના તેનાલી વિસ્તારમાં મર્ચન્ટ નેવી એન્જિનિયર વેણુગોપાલ રાવ અને પ્રાથમિક શાળાના શિક્ષક સંથા કામાક્ષીના ઘરે થયો હતો.
શોભિતા વિશાખાપટ્ટનમમાં ઉછર્યા અને બાદમાં એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગઈ અને ત્યાં તેમણે કોર્પોરેટ કાયદાનો અભ્યાસ કર્યો છે.
અહેવાલો અનુસાર, શોભિતા ધૂલીપાલાની નેટવર્થ લગભગ 10 કરોડ રૂપિયા છે. શોભિતા એક પ્રોજેક્ટ માટે 70 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનય સિવાય શોભિતા મોડલિંગમાંથી પણ સારી કમાણી કરે છે. શોભિતા ઘણા મોટા ફેશન ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કરતી જોવા મળે છે.
શોભિતા ધુલીપાલાએ બાર્ડ ઓફ બ્લડ, મૂથોન, ધ બોડી, ઘોસ્ટ સ્ટોરીઝ, કુરુપ, મેજર, પોનીયિન સેલવાન: 1 અને તેની સિક્વલ પોનીયિન સેલવાન: 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય અભિનેત્રીએ અનિલ કપૂર સાથે વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરની બંને સીઝનમાં કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
