કોણ છે આશા ભોંસલેની પ્રપોત્રી ઝનાઈ ભોંસલે? જેનો ફોટો મોહમ્મદ સિરાજ સાથે વાયરલ થઈ રહ્યો છે
ભારતની જાણીતી ગાયિકા આશા ભોસલી પ્રપોત્રી ઝનાઈ ભોંસલે હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. જેનાઈ મોહમ્મદ સિરાઝ સાથે એક ફોટો શેર કર્યા બાદ ચર્ચામાં આવી છે.
ઝનાઈ ભોંસલે 23 વર્ષની થઈ છે અને હાલમાં જ તેણીએ પોતાનો જન્મદિવસ મુંબઈના બાંદ્રામાં ઉજવ્યો. આ સેલિબ્રેસનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આમાં એક ફોટોમાં તેણી મોહમ્મદ સિરાજ સાથે જોવા મળી રહી છે.

ઝનાઈ આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દાદી આશા ભોંસલે અને અભિનેતા જેકી શ્રોફ સાથે પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ અભિનેત્રી આયેશા ખાન અને ક્રિકેટરો શ્રેયસ ઐયર અને સિદ્ધેશ લાડ સાથેની કેટલીક ક્ષણો પણ શેર કરી છે. જો કે, સિરાજ સાથેના તેના ફોટોએ અફેરની ચર્ચા શરૂ કરી છે.
જાનાઈ અને સિરાજની તસવીર પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. લોકોએ તેમના સંબંધો વિશે અટકળો લગાવવાનું પણ શરૂ કરી દીધુ છે. લોકો બન્ને રિલેશનશિપમાં હોવાના પણ દાવા કરી રહ્યાં છે.
જો કે એક યુઝરે ઝનાઈને વ્યક્તિગત રીતે ઓળખવાનો દાવો કર્યો અને તેના અને સિરાજ વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રેમ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.
જણાવી દઈએ કે, ઓક્ટોબર 2024 માં મોહમ્મદ સિરાજને હૈદરાબાદમાં નાયબ પોલીસ અધિક્ષક (DSP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઝનાઈ સંદીપ સિંહની ફિલ્મ ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા માટે તૈયાર છે. તે છત્રપતિ શિવાજી મહારાજની પત્ની રાણી સાઈ ભોંસલેની ભૂમિકા ભજવશે.
ઝનાઈ એક અભિનેત્રી હોવા સાથે સાથે એક સિંગર અને નૃત્યાંગના છે. તેણીએ 10 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું છે. તેનો યુટ્યુબ બાયો દર્શાવે છે કે ગિટાર, બાસ્કેટબોલ, નૃત્ય અને નાટક પ્રત્યે પણ શોખ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
