Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનુ સૂદના ઘરે આવકવેરા વિભાગ દ્વારા સર્વે કેમ?

કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોને મદદ કરનારા બોલીવુડ અભિનેતા સોનુ સૂદની મુંબઈ ઓફિસ સહિત અનેક સ્થળોએ બુધવારના રોજ આવકવેરા વિભાગનો સર્વે કરવામાં આવ્યો હતો, જે મોડી રાત સુધી સમાપ્ત થયો હતો.

નવી દિલ્હી : કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોને મદદ કરનારા બોલીવુડ અભિનેતા સોનુ સૂદની મુંબઈ ઓફિસ સહિત અનેક સ્થળોએ બુધવારના રોજ આવકવેરા વિભાગનો સર્વે કરવામાં આવ્યો હતો, જે મોડી રાત સુધી સમાપ્ત થયો હતો. હવે ગુરુવારના રોજ ફરી એક વખત ટીમ દ્વારા સર્વે ચાલી રહ્યો છે.

Sonu Sood

આ અગાઉ IT અધિકારીઓ દ્વાર અભિનેતા સંબંધિત છ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાં લગભગ 20 કલાક સુધી કથિત રીતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ આ રેડના સમય અંગે સવાલ ઉઠી રહ્યા છે, તો બીજી તરફ આ રેડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આ સર્વે કરવા બદલ પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

સોનુ સૂદની પ્રોપર્ટી ડીલની તપાસ કરવામાં આવી રહી છે

સોનુ સૂદની પ્રોપર્ટી ડીલની તપાસ કરવામાં આવી રહી છે

ગુરુવારના રોજ પણ અભિનેતા સોનુ સૂદના ઘરે આવકવેરા સર્વે ચાલી રહ્યો છે. આઈટી વિભાગ લખનઉ સ્થિત રિયલ એસ્ટેટ કંપની સાથે સોનુ સૂદની પ્રોપર્ટી ડીલનીતપાસ કરી રહ્યું છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સોનુ સૂદની કંપની અને લખનઉ સ્થિત રિયલ એસ્ટેટ કંપની વચ્ચે તાજેતરમાં થયેલા કરારની તપાસચાલી રહી છે.

આ કરારમાં કર ચોરીના આરોપો પર આવકવેરા વિભાગના અધિકારીઓ તેમની પાસે પહોંચ્યા, જેને આવકવેરા સર્વે અભિયાન તરીકે વર્ણવવામાં આવીરહ્યું છે.

અભિનેતા પર કરચોરીનો આરોપ!

અભિનેતા પર કરચોરીનો આરોપ!

15 સપ્ટેમ્બર (બુધવાર) ના રોજ અભિનેતા સોનુ સૂદના ઘરે અચાનક આવકવેરા સર્વેના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એક તરફ સોનુ સૂદ કોરોનારોગચાળા દરમિયાન લોકોની મદદ કરીને ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. બીજી બાજુ મુંબઈમાં તેના 6 સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓના સર્વેક્ષણથી તેનાચાહકોમાં ચકચાર મચી ગઈ હતી.

સત્યનો હંમેશા વિજય થાય છે : કેજરીવાલ

સત્યનો હંમેશા વિજય થાય છે : કેજરીવાલ

સોનુ સૂદના ચાહકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોનુ સૂદના સમર્થનમાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, સત્યના માર્ગપર લાખો મુશ્કેલીઓ આવે છે, પરંતુ સત્યની હંમેશા જીત થાય છે.

આવા સમયે AAP સાંસદ સંજય સિંહે પણ IT ના આ સર્વે પર ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યુંકે, જે વ્યક્તિએ કોરોના મહામારી દરમિયાન લોકો માટે રાત-દિવસ કામ કર્યું છે, આજે તેમના જ ઘરમાં આવકવેરાની રેડ કરાવવામાં આવી રહી છે. તાજેતરમાં સોનુ સૂદદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, ત્યારબાદ તેમને દિલ્હી સરકાર દ્વારા 'દેશનો માર્ગદર્શક' કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

ગરબડ કરવાના આરોપો બાદ IT સર્વે

ગરબડ કરવાના આરોપો બાદ IT સર્વે

ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે તેમની સંપત્તિના અકાઉન્ટ બૂકમાં અનિયમિતતાના આરોપો બાદ એક સર્વે કર્યો હતો. અભિનેતાના ઘર સિવાય IT ટીમે તેમનીકંપનીઓ સાથે સંબંધિત 6 જગ્યાઓનો સર્વે પણ કર્યો છે.

નોંધનીય છે કે, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 133 Aની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવનારી'સર્વે ડ્રાઈવ' માં આવકવેરા અધિકારીઓ માત્ર વ્યાપાર પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરમાં જ નિરીક્ષણ કરે છે. જો કે, સત્તાવાળાઓ દસ્તાવેજો પણ જપ્ત કરીશકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X