Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શૂટીંગ પુરૂ થાય પછી હિરો-હિરોઈનના કોસ્ચ્યુમનું શું કરાય છે? જાણો તેનો ફરીથી ઉપયોગ કરાય છે કે નહીં?

તમે ફિલ્મોમાં વિવિધ પ્રકારના કોસ્ચ્યુમ જોયા હશે. જો કે તમે એ નહીં જાણતા હોય કે ફિલ્મનું શુટિંગ પુરૂ થયા બાદ આ કપડાનું શું થાય છે?

શૂટિંગ દરમિયાન અલગ-અલગ સીન શૂટ કરવામાં આવે છે અને તેના માટે એક્ટર્સ કે એક્ટ્રેસે પોતાના ડ્રેસ બદલવા પડે છે. જ્યારે કોઈ ફિલ્મમાં ગીતનું શૂટિંગ થઈ રહ્યું હોય ત્યારે હીરો અને હીરોઈનના કપડાં વારંવાર બદલવામાં આવે છે.

costume

ઘણી વખત આવી અફવાઓ ફેલાઈ છે કે ફિલ્મોમાં હીરો કે હિરોઈન દ્વારા પહેરવામાં આવતા પોશાક કંપની દ્વારા પાછા લેવામાં આવે છે. જેના કારણે સામાન્ય લોકોમાં આવા કપડાની માંગ વધે છે. જો કે આ સંપૂર્ણ ખોટું છે.

ફિલ્મોના શૂટિંગ દરમિયાન હીરો કે હિરોઈન જે અલગ-અલગ પ્રકારના કપડાં પહેરે છે તેના પર પ્રોડક્શન કંપનીનો અધિકાર છે. શૂટિંગ પછી પ્રોડક્શન કંપની તે કપડાં પોતાની ટીમને આપે છે જેને કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે.

આ ડિપાર્ટમેન્ટનું કામ કોસ્ચ્યુમનું ધ્યાન રાખવાનું અને એ જ પ્રોડક્શનની બીજી ફિલ્મમાં મુખ્ય અભિનેતા કે અભિનેત્રીને તે પોશાક ન મળે તે જોવાનું છે.

આ કપડાં ફિલ્મમાં કામ કરતા અન્ય લોકો પહેરે છે. તેમાં પણ ફેરકાર કરીને પહેરાવાય છે. ક્રોસ કરીને અન્ય ફિલ્મોમાં અન્ય પાત્રોને પહેરાવાય છે.

ઐશ્વર્યા રાય ફિલ્મ બંટી ઔર બબલીના એક ગીતમાં જોવા મળી હતી. તે ગીતમાં તેણે જે ઘાગરા-ચોલી પહેરી હતી તે વર્ષ 2010માં ફિલ્મ બેન્ડ બાજા બારાતના એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર દ્વારા પહેરવામાં આવી હતી.

આના પર કોઈએ ધ્યાન ન આપ્યું પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ રીતે કામ થાય છે. છેવટે પ્રોડક્શન ટીમ તે કપડાં ખરીદે છે. મુખ્ય અભિનેતા અથવા અભિનેત્રી ફરીથી તે પોશાક પહેરતા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X