OMG : અનુષ્કા થઈ Bold, તો વિરાટ થયો Angry!
મુંબઈ, 31 ડિસેમ્બર : અનુષ્કા શર્મા છે તો બૉલીવુડ અભિનેત્રી અને તેઓ આખા વર્ષ 2014 દરમિયાન ફિલ્મ કરતા પોતાના વિરાટ કોહલી સાથેના અફૅરના કારણે વધુ ચર્ચામાં રહ્યાં. હાલમાં આમિર ખાન સાથેની પીકે ફિલ્મ અંગે ભલે અનુષ્કા થોડાક ચર્ચામાં હોય, પરંતુ અનુષ્કાનું નામ નિકળતા જ પીકે કરતા કોહલી વિશેની વાત વધુ થાય છે.
અરે ભાઈ, અનુષ્કા શર્માના બૉયફ્રેન્ડ છે વિરાટ કોહલી એટલે વાતો તો બંનેની જ થાય ને? હવે જ્યારે કોહલી અનુષ્કાના બૉયફ્રેન્ડ હોય, તો તેઓ તેમના વિશે પણ વિચારે તો ખરા જ ને? હા જી, વાત જાણે એમ છે કે વિરાટ કોહલી અનુષ્કા શર્માના એક પગલાથી નારાજ થઈ ગયાં છે.
અનુષ્કા શર્માએ તાજેતરમાં જ વૉગ મૅગેઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. કહેવાય છે કે આ ફોટોશૂટ અનુષ્કાનું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ છે અને અનુષ્કા દ્વારા આમ મૅગેઝીન માટે બોલ્ડ શૂટ કરાવાતા વિરાટ કોહલી નારાજ થયાં છે. એમ તો અનુષ્કા હાલ વિરાટ સાથે ઑસ્ટ્રેલિયામાં છે, પરંતુ જાણવા એમ મળે છે કે જ્યારે વિરાટને આ બોલ્ડ ફોટોશૂટની જાણ થઈ, તો તેમણે અનુષ્કાને ઑસ્ટ્રેલિયાથી જ ફોન કરીને આવું બોલ્ડ ફોટોશૂટ કરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી.
ચાલો તમે પણ જુઓ અનુષ્કાનું બોલ્ડ ફોટોશૂટ :

અનુષ્કાનું ફોટોશૂટ
અનુષ્કા શર્માએ તાજેતરમાં જ વૉગ મૅગેઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે.

બોલ્ડ અનુષ્કા
અનુષ્કાએ વૉગ માટે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

વિરાટ નારાજ
જાણવા મળે છે કે અનુષ્કાના આ બોલ્ડ ફોટોશૂટ સામે વિરાટ કોહલી નારાજ અને ઉગ્ર થઈ ગયાં છે.

ફોન કરીને ફટકારી
એમ પણ જાણવા મળે છે કે વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાથી અનુષ્કાને ફોન કરી આ બોલ્ડ ફોટોશૂટ અંગે ફટકારી હતી.

પૅચ-અપ
જોકે હાલ તો અનુષ્કા શર્મા મેલબૉર્નમાં છે અને વિરાટ કોહલી સાથે નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. એટલે કહી શકાય કે આ મુદ્દે વિરાટ-અનુષ્કા વચ્ચે પૅચ-અપ થઈ ગયું છે.

જાન્યુઆરી આવૃત્તિ
અનુષ્કા શર્મા વૉગ મૅગેઝીનના જાન્યુઆરી-2015 અંકના કવર ગર્લ બન્યા છે.

પીકેની સફળતાથી ખુશ
અનુષ્કા શર્મા તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પીકેની સફળતાથી ખુશખુશાલ છે.












Click it and Unblock the Notifications
