ફિલ્મ Ligerના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા વિજય દેવરકોંડા-અનન્યા પાંડે, ફેન્સનુ ઘોડાપુર
અમદાવાદ: સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે અભિનીત લાઈગર ફિલ્મના પ્રમોશન માટે બન્ને અમદાવાદના મહેમાન બન્યા છે. અમદાવાદમાં બન્નેએ ઇન્કમટેક્સ સ્થિત વેન્યુમાં ફિલ્મનુ પ્રમોશન કર્યુ હતુ તથા મડિયા સાથે વાતચિત કરી હતી
અમદાવાદ: સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે અભિનીત લાઈગર ફિલ્મના પ્રમોશન માટે બન્ને અમદાવાદના મહેમાન બન્યા છે. અમદાવાદમાં બન્નેએ ઇન્કમટેક્સ સ્થિત વેન્યુમાં ફિલ્મનુ પ્રમોશન કર્યુ હતુ તથા મડિયા સાથે વાતચિત કરી હતી. અહીં મોટા પ્રમાણમાં ચાહકોએ બંનેનું ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું. લોકોએ પોતાના ચાહિતા ફિલ્મસ્ટારને ઉત્સાહથી આવકાર્ય હતા. સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાની બૉલીવુડમાં આ પ્રથમ ફિલ્મ છે.

ચાહકોનો વધુ પ્રેમ કલાકોરોને મળી રહ્યો છે.અભિનેતાએ અમદાવાદના આંગણે ગુજરાતીમાં વાત કરવાની કોશિષ કરી તેમજ ફિલ્મ લાઈગરના ડાયલોગ્સ બોલી ચાહકોને ફિલ્મ જોવા આગ્રહ કર્યો હતો. તો ચાહકોએ પણ ગુજરાતીમાં વિજય દેવરાકોંડાને 'અમે તમને પ્રેમ કરીએ છીએ' કહીને પોતાનો પ્રેમ દર્શાવ્યો. ચાહકોને ખુશ કરતા અનન્યા પાંડે અને વિજયે ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો હતો.
ઉલ્લેખનિય છેકે વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર'(Liger) 25 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 31 જુલાઈના રોજ મુંબઈમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા એક મોલમાં ગયા હતા પરંતુ ત્યાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી જેને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. એટલું જ નહીં એક યુવતીની તો આ ઈવેન્ટમાં બેભાન થઈ ગઈ હતી. જેને કારણે ઈવેન્ટ કેન્સલ કરવામાં આવી હતી.
#Liger mania continues! Young Sensation Vijay Deverakonda and Ananya Panday create mass hysteria yet again, as they promote their highly anticipated pan India film - #Liger at a mall in Ahmedabad today! 🔥 pic.twitter.com/JYE5FPlzOB
— Ramesh Bala (@rameshlaus) August 7, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
