Video : દિલ્હીમાં લગ્નમાં ઠુમકા લગાવતી જોવા મળી મલાઈકા અરોરા, વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા
Malaika Arora seen Dancing in Delhi Wedding : બોલિવૂૂડની મોસ્ટ બ્યુટિફુલ અભિનેત્રી અને ડાન્સિંગ ક્વિન મલાઈકા અરોરા કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
હવે ફરીથી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જો કે આ વખતે લોકો મલાઈકા અરોરાને ખુબ જ ટ્રોલ કરી રહ્યાં છે.

મલાઈકા અરોરાને ટ્રોલ કરવા પાછળ તેનો એક વીડિયો જવાબદાર છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો મલાઈકા અરોરાને ખુબ જ ટ્રોલ કરતા જોવા મળ્યા.
મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા દિલ્હીના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
દિલ્હીના લગ્નમાં મલાઈકા શાનદાર પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં મલાઈકા ક્યારેક તેના સૌથી લોકપ્રિય ગીતો મુન્ની બદનામ હુઈ અને છૈયા-છૈયાં પર ધૂમ મચાવતી જોવા મળે છે.
મલાઈકા અરોરાએ તેની અદાઓથી હલચલ મચાવી દીધી હતી. જણાવી દઈએ કે આ વીડિયો જોયા બાદ યુઝર્સ તરફથી જોરદાર રિએક્શન જોવા મળી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે-, શું વાત છે, આ ઉંમરે પણ તમે યુવા અભિનેત્રીઓને સ્પર્ધા આપો છો. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે, તમે નોરા ફતેહીને કોમ્પિટિશન આપી રહ્યા છો.
એવા ઘણા યુઝર્સ છે જેમને મલાઈકાનો આ ડાન્સ પસંદ નથી આવ્યો. એક ટ્રોલરે ટ્રોલ કરતી વખતે લખ્યું કે, માત્ર એ જોવાનું રહ્યું કે તમે લગ્નમાં ક્યારે ડાન્સ કરવાનું શરૂ કર્યું.












Click it and Unblock the Notifications
