Video: મા બનવાની છે કેટરીના કૈફ? ફેન્સ બોલ્યા 'ઓહ માય ગોડ, પ્રેગ્નેન્ટ લાગી રહી છે'
કેટરીના કૈફનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટરીના મા બનવાની છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં જ પોતાના પતિ વિક્કી કૌશલ સાથે રજાઓ માણીને પાછી આવી છે. લગ્ન પછી બંને પોતાના કરિયરમાં વ્યસ્ત હોવા છતાં એકબીજા સાથે રોમેન્ટીક ક્ષણો પસાર કરી રહ્યા છે. વળી, હવે કેટરીના કૈફનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટરીના મા બનવાની છે.

વીડિયો જોઈને ફેન્સ કહી રહ્યા છે આ વાત
વાસ્તવમાં, આ વીડિયો કેટરીનાના મુંબઈ એરપોર્ટનો છે જેમાં કેટરીના કૈફે લૂઝ કૂર્તા પ્લાઝો અને દુપટ્ટો કેરી કર્યો છે. ત્યાં હાજર પાપારાઝીએ કેટરીનાના આ લુકનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો ત્યારબાદ ફેન્સ કહી રહ્યા છે કે કેટરીના પ્રેગ્નેન્ટ છે.

કેટરીના આ લુકમાં થઈ સ્પૉટ
કેટરીના કૈફ હાલમાં ટાઈગર 3 અને મેરી ક્રિસમસના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મોના શૂટિંગમાંથી પાછા આવતી વખતે કેટરીના સ્પૉટ થઈ. કેટરીનાએ માથા પર લાલ ગોળ ચાંદલો લગાવ્યો હતો અને પિંક ડ્રેસ અને ફ્લેટ વેલીમાં ખૂબ આરામથી અને સંભાળીને ચાલતી જોવા મળી રહી છે પરંતુ ફેન્સને કેટરીના ડ્રેસઅપ અને ચાલવાની સ્ટાઈલથી લાગી રહ્યુ છે કે તે પ્રેગ્નેન્ટ છે.
ઓહ માય ગૉડ, પ્રેગ્નેન્ટ લાગી રહી છે
ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જેવો શેર કર્યો લોકો અટકળો લગાવવવા લાગ્યા. એક યુઝરે લખ્યુ ઓહ માય ગૉડ, પ્રેગ્નેન્ટ લાગી રહી છે. બીજાએ લખ્યુ બહુ જલ્દી કેટરીના મા બનવાની છે.એક ફેને કેટરીના કૈફનો પક્ષ લઈને કહ્યુ કે શું પ્રેગ્નેન્સી વિના ઢીલા કપડાં ના પહેરી શકે? તો બીજાએ જવાબ આપ્યો માત્ર લુક જ નહિ, એવી સુસ્ત ચાલ પણ જુઓ... મને લાગે છે કે શરુઆતના સ્ટેજ પર નબળાઈ હશે. વળી, અમુક ફેન્સે કેટરીનાના આ લુક પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.

ડિસેમ્બરમાં કેટરીના અને વિક્કીએ કર્યા હતા શાહી લગ્ન
તમને જણાવી દઈએ કે કેટરીના અને વિક્કી કૌશલે રાજસ્થાનના એક પેલેસમાં ડિસેમ્બર 2021માં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. કેટરીના અને વિક્કી પોતાના હનીમૂન પર માલદીવ ગયા હતા. હાલમાં જ કેટરીનાએ વિક્કી સાથે બીચ પર રજા માણતા એક પછી એક પોતાના ફોટા શેર કરીને ફેન્સની ખૂબ પ્રશંસા લૂંટી. લગ્ન પછી પણ કેટરીના ખૂબ સાદગીથી રહે છે જે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
