Video : Lakme Fashion Week માં જ્હાન્વી કપૂર ચાલને કારણે ટ્રોલ થઈ, જુઓ જ્હાન્વીનો બોલ્ડ લુક

અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ જ્હાન્વી લેક્મે ફેશન વિકમાં રેમ્પ પર જોવા મળી હતી. હવે અહીંથી તે ટ્રોલના નિશાને ચડી છે.

હાલમાં જ મુંબઈમાં લેક્મે ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જ્હાન્વી કપૂર શોસ્ટોપર બની હતી. આ દરમિયાન જ્હાન્વીએ પોતાની સ્ટાઈલથી ફેન્સને ઘાયલ કર્યા હતા.

Janhvi Kapoor

જ્હાન્વી કપૂર બ્લેક આઉટફિટમાં રેમ્પ પર ઉતરી હતી. અહીં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. જ્હાન્વીએ અહીં બ્લેક ક્રોપ ટોપ અને ધોતી સ્ટાઈલનો સ્કર્ટ પહેર્યો હતો.

જ્હાન્વી કપૂરનો ઓવરઓલ લુક થોડો મૈસી રખાયો હતો.અહીં તે સ્મોકી મેકઅપ અને ખુલ્લા વાળમાં કમાલ લાગી રહી હતી. હવે જ્હાન્વી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જ્હાન્વીના આ લુકના વખાણ સાથે સાથે કેટલાક લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. જ્હાન્વી કપૂરને આ રેમ્પ પર જોઈને કેટલાક લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. લોકો તેની ચાલ જોઈને ભડક્યા છે અને પુછી રહ્યા છે કે શો સ્ટોપર કેવી રીતે બની?

જ્હાન્વી કપૂરના ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, એવું લાગે છે કે તે આ ડ્રેસમાં ચાલી શકતી નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, કૃપા કરીને ક્યારેય તેની મા શ્રીદેવી સાથે સરખામણી ન કરો.

જ્હાન્વી કપૂરના કરિયર વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ બબાલમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી. ઓટીટી પર રીલિઝ થયેલી ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો.

હવે જ્હાન્વી કપૂર દેવરા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X