કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદ બનશે વિરુષ્કાના પડોશી, નવા ઘરનુ ભાડુ છે કરોડોમાં
લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ એક સાથે નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. જાણો વિગત.
મુંબઈઃ કેટરીના કૈફ અને વિકી કૌશલ ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે એ વાતની પુષ્ટિ, એ બંને સિવાય લગભગ દરેકે કરી દીધી છે. હવે સમાચાર છે કે લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ એક સાથે નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. વિકી અને કેટરીના ઘણા સમયથી નવા ઘરની શોધમાં હતા અને તેમના એજન્ટે ઈન્ડિયા ટુડેને એ કન્ફર્મ કર્યુ છે કે વિકી અને કેટરીનાને તેમના સપનાનુ ઘર મળી ચૂક્યુ છે. આ ઘર જુહૂમાં એ બિલ્ડિંગમાં છે જ્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનુ અપાર્ટમેન્ટ પહેલેથી છે. એટલે કે લગ્ન પછી શાહરુખખાનની ઝીરોના બંને સ્ટાર્સ પડોશી હશે. અનુષ્કા અને કેટરીના બંનેની દોસ્તી આમ પણ સારી છે.

5 વર્ષ સુધી કેટરીના અને વિકી કૌશલ આ ઘરમાં રહેશે
જો ઘરની વાત કરીએ તો રિપોર્ટ મુજબ વિકી કૌશલે આ ઘર 60 મહિના માટે ભાડે લીધુ છે. એટલે કે આવતા 5 વર્ષ સુધી કેટરીના અને વિકી કૌશલ આ ઘરમાં રહેવાના છે. અહીં ત્રણ વર્ષનુ ભાડુ હશે 8 લાખ રૂપિયા પ્રતિ મહિના, ત્યારબાદ આગલા એક વર્ષનુ ભાડુ 8.4 લાખ અને છેલ્લા વર્ષનુ ભાડુ 8.8 લાખ રૂપિયા. એટલે કે કુલ મળીને વિકી કૌશલ અને કેટરીના કૈફ આ ઘર માટે લગભગ 5 કરોડ રૂપિયા ભાડુ આપશે. વળી, આ ઘર માટે વિકી કૌશલ પહેલા જ 1.75 કરોડની સિક્યોરિટી અમાઉન્ટ આપી ચૂક્યા છે. હવે જોવાનુ એ છે કે વિકી અને કેટરીના આ ઘરમાં ક્યારે શિફ્ટ થાય છે.

દિવાળી પર થઈ છે રોકા સેરેમની
સમાચારોની માનીએ તો દિવાળી પર વિકી કૌશલ અને કેટરીના કૈફે એકબીજાને રિંગ પહેરાવીને સંબંધ પાકો કરી લીધો છે. આ સગાઈ સમારંભ થયો કેટરીના કૈફના ખાસ દોસ્ત અને એક થા ટાઈગરના ડાયરેક્ટર કબીર ખાન અને તેની અભિનેત્રી મિની માથુરના ઘરે. કબીર ખાન, કેટરીના કૈફના રાખડી ભાઈ છે.

ઓગસ્ટમાં પણ ઉડી હતી અફવાઓ
જો કે વિકી કૌશલ અને કેરીના કૈફની સગાઈની અફવાઓ ઓગસ્ટમાં પણ ઉડી હતી પરંતુ ત્યારે કેટરીના કૈફની ટીમે આ અફવાઓનુ ખંડન કર્યુ હતુ. વિકી કૌશલ અને કેટરીના કૈફને ડેટ કરતા વધુ સમય નથી થયો પરંતુ બહુ ઓછા સમયમાં બંને નજીક આવી ગયા અને લૉકડાઉને તેમના સંબંધને વધુ મજબૂત કરી દીધો.

લગ્નના સમાચારોનુ કર્યુ ખંડન
કેટરીના કૈફે લગ્નના સમાચારોનુ પણ ખંડન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે તેના વિશે આવા સમાચારો છેલ્લા 15 વર્ષથી ઉડી રહી છે અને તે ખરેખર જાણવા માંગે છે કે તેના વિશે આવા સમાચારો કેમ ઉડતા રહે છે. જો કે આ દરમિયાન કેટરીનાની બહેન અને માને એક પારંપરિક પોષાકવાળા સ્ટોરમાંથી શોપિંગ કરતા જોવામાં આવ્યા હતા.

જોધપુરમાં થશે બે લગ્ન
રિપોર્ટની માનીએ તો વિકી કૌશલ અને કેટરીના કૈફ પહેલા જોધપુરમાં એક બિગ ફેટ પંજાબી વેડિંગ કરવાના છે જે પૂરા ધામધૂમ સાથે થશે. ત્યારબાદ બંને ચર્ચમાં પણ લગ્ન કરશે. આ લગ્નનુ આમંત્રણ હજુ સુધી કોઈને આપવામાં આવ્યુ નથી કારણકે વિકી-કેટરીના નથી ઈચ્છતા કે આ સમાચારો બહાર આવે.

દોસ્તોને આપી છે હિંટ
જો કે વિકી અને કેટરીનાએ પોતાના દોસ્તોને હિંટ આપી છે કે ડિસેમ્બરની શરૂઆતના દિવસો ખાલી રાખે. માનવામાં આવી રહ્યુ છે કે લગ્ન બાદ બંને એક લાંબી રજાઓ પર જઈ શકે છે અને આ રજામાંથી પાછા આવ્યા પછી બંને પોતાની આવનારી ફિલ્મોનુ શૂટિંગ પૂરુ કરશે.

આ રીતે કર્યુ હતુ પ્રપોઝ
વિકી કૌશલે કેટરીના કૈફને ખૂબ ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યુ હતુ. વિકીએ કેટરીનાના ફેવરીટ કુકીઝ બનાવડાવ્યા અને ડબ્બો લઈને કેટરીનાના ઘરે પહોંચી ગયો. જ્યારે કેટરીનાએ ડબ્લો ખોલ્યો તો તેમાં અંદર 'Will You Marry Me'નુ કાર્ડ મૂક્યુ હતુ. કેટરીનાએ સહેજ પણ વાર કર્યા વિના વિકીને હા કહી દીધી. હવે 7-9 ડિસેમ્બર વચ્ચે બંને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
