દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનુ નિધન, અનુપમ ખેરે કરી ભાવુક પોસ્ટ
દિગ્ગજ ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયુ છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

દિગ્ગજ ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયુ છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યુ, હું જાણુ છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ મે સપનામાં પણ ક્યારેય વિચાર્યુ ન હતુ કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. સતીશ તારા વિના જીવન ક્યારેય સરખુ નહીં થાય. ઓમ શાંતિ. સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે નિધન, બૉલિવુડની ઘણી હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.
તમને જણાવી દઈએ કે સતીશ કૌશિક બૉલિવુડના જાણીતા અભિનેતા હતા. તેઓ કૉમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, દિગ્દર્શક અને નિર્માતા તરીકે જાણીતા છે. સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. સતીશ કૌશિક બૉલિવુડમાં પ્રવેશતા પહેલા થિયેટર કરતા હતા. સતીશ કૌશિકને બૉલિવુડમાં પહેલી ઓળખ 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી મળી હતી. આ ફિલ્મમાં તેમણે અનિલ કપૂર અને શ્રીદેવી સાથે કામ કર્યુ હતુ, લોકોને તેમનુ પાત્ર ખૂબ પસંદ આવ્યુ હતુ.
સતીશ કૌશિક ફિલ્મ દિવાના મસ્તાનમાં પપ્પુ પેજરના પાત્રથી ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ સિવાય તેમને 1990ની ફિલ્મ રામ લખન, 1997માં સાજન ચલે સસુરાલમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સતીશ કૌશિકના સ્કૂલિંગની વાત કરીએ તો તે દિલ્લીમાં જ પૂર્ણ થયુ હતુ. સતીશ કૌશિકે દિલ્લીની કિરોડી મલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને ત્યારબાદ તેઓ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા સાથે જોડાયા. સતીશ કૌશિકે 1983માં બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. સતીશ કૌશિકનો શશિ કૌશિક સાથે 1985માં વિવાદ થયો હતો. પરંતુ લગ્ન બાદ તેમનો 2 વર્ષનો પુત્ર ગુજરી ગયો હતો.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023












Click it and Unblock the Notifications
