Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tabassum Passes Away: જાણીતી અભિનેત્રી તબસ્સુમનુ 78 વર્ષની વયે નિધન, શુક્રવારે રાતે આવ્યો હતો હાર્ટ એટેક

વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી તબસ્સુમનુ 78 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.

Tabassum Passes Away: વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી તબસ્સુમનુ 78 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તેમને કાલે એટલે કે શુક્રવારે રાતે બે વાર હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમણે મુંબઈની એક હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દીકરા હોશાંગે જણાવ્યુ કે કાલે રાતે 8.40 વાગે માને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો પરંતુ તેમની માની ઈચ્છા હતી કે તેમને દફનાવતા પહેલા કોઈને પણ તેમના મોતના સમાચાર ન આપવામાં આવે.

અંતિમ સંસ્કાર થયા બાદ મીડિયાને સમાચાર આપ્યા

અંતિમ સંસ્કાર થયા બાદ મીડિયાને સમાચાર આપ્યા

તબસ્સુમના દીકરાએ વધુમાં જણાવ્યુ કે મારી માને દિગ્ગજ રાજકુમારની જેમ અંતિમ વિદાય લેવી હતી. માટે મે માના અંતિમ સંસ્કાર થયા બાદ મીડિયાને આ સમાચાર આપ્યા અને તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી. અભિનેત્રીએ દીકરાને જણાવ્યુ કે થોડા દિવસ પહેલા તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને ગેસ્ટ્રોની સમસ્યા હતી અને અમે તેમને તપાસ માટે લઈ ગયા હતા. નોંધનીય છે કે રામાનંદ સાગરની પ્રખ્યાત દૂરદર્શન સીરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ તબસ્સુમના દિયર છે. અરુણ ગોવિલના મોટા ભાઈ વિજય ગોવિલ તબસ્સુમના પતિ હતા.

2021માં પણ મૃત્યુની અફવા થઈ હતી વાયરલ

2021માં પણ મૃત્યુની અફવા થઈ હતી વાયરલ

તમને જણાવી દઈએ કે 2021માં, તબસ્સુમ લગભગ 10 દિવસ હૉસ્પિટલમાં વિતાવ્યા પછી કોવિડ-19થી સ્વસ્થ થઈ ગયા હતા. તે સમયે પણ તેમના મૃત્યુના ખોટા સમાચાર વાયરલ થયા હતા. જેને તેમના પુત્રએ નકારી કાઢ્યા હતા અને કહ્યુ હતુ કે તે અલ્ઝાઈમરની સારવાર હેઠળ છે. ત્યારબાદ મીડિયાને આપેલા નિવેદનમાં તબસ્સુમના પુત્રએ કહ્યુ હતુ કે, 'મને નફરત છે કે લોકો તેમની તસવીર ફેલાવે. અફવા શરૂ કરે કે તેમને અલ્ઝાઈમર છે. આ એકદમ નકલી છે. તેમને કોઈ હૃદય રોગ નથી, સુગર પણ નથી.

બાળ કલાકાર તરીકે શરુ કરી કરિયર

બાળ કલાકાર તરીકે શરુ કરી કરિયર

ઉલ્લેખનીય છે કે 9 જુલાઈ 1944ના રોજ મુંબઈમાં જન્મેલી તબસ્સુમનો જન્મ સ્વતંત્રતા સેનાની અયોધ્યાનાથ સચદેવ અને લેખિકા અને પત્રકાર અસગરી બેગમને ત્યાં થયો હતો. તબસ્સુમે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 1947માં આવેલી ફિલ્મ 'મેરા સુહાગ'થી કરી હતી. તબસ્સુમે તેમની કારકિર્દી બાળપણથી શરૂ કરી હતી, તેથી તે બેબી તબસ્સુમ તરીકે પણ ઓળખાતી હતી. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શો કર્યા. 1972થી 1993 સુધી દૂરદર્શનનો પ્રખ્યાત સેલિબ્રિટી ટોક શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X