'યે રિશ્તા ક્યા કહેલાતા હે'ની વૈશાલી ઠક્કરે આત્મહત્યા પહેલા આ વ્યક્તિને કર્યો હતો છેલ્લો કૉલ
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા દરેક માટે મોટો આંચકો છે.
મુંબઈઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા દરેક માટે મોટો આંચકો છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ પોતાની પ્રતિભાના જોરે એક નવી ઓળખ બનાવી હતી. આવી સ્થિતિમાં તેની વિદાયથી દરેક આઘાતમાં છે. વૈશાલી ઠક્કર તેના ઈન્દોરના ઘરે ફાંસી લગાવીને મોતને ભેટી હતી. આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા અભિનેત્રી સંપૂર્ણપણે ઠીક હતી અને તે ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી.

વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા
વૈશાલી ઠક્કરના વિકાસ સેઠી અને તેની પત્ની જ્હાન્વી રાણા ખૂબ જ નજીકના મિત્રો હતા. અભિનેત્રીની આત્મહત્યાના કારણે તેને પણ મોટો આંચકો લાગ્યો છે. વિકાસ સેઠીનુ કહેવુ છે કે આત્મહત્યાના એક દિવસ પહેલા વૈશાલી એકદમ ઠીક હતી અને તેણે ફોન પર વાત પણ કરી હતી. તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા.

ટૂંક સમયમાં થવાના હતા લગ્ન
ઈટાઈમ્સના અહેવાલ મુજબ વૈશાલી ઠક્કરે જલ્દી જ વિકાસ સેઠી અને જ્હાન્વી રાણાને મળવાનુ આયોજન કર્યુ હતુ કારણ કે તેમણે લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાનુ હતુ. સાથે જ માહિતી આપતા અભિનેત્રીના મિત્રોએ જણાવ્યુ કે તેમના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. અભિનેત્રીનો ભાવિ પતિ કેલિફોર્નિયામાં સૉફ્ટવેર એન્જિનિયર છે. અભિનેત્રી તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી પરંતુ તેણે લગ્ન પહેલા આત્મહત્યા કરી લીધી હતી.

જ્હાન્વી રાણા સાથે થઈ હતી છેલ્લા વાત
જ્હાન્વી રાણાએ વૈશાલી સાથેની તેની છેલ્લી વાતચીત વિશે જણાવ્યુ. તેણે કહ્યુ, 'મે એક દિવસ પહેલા વૈશાલીને આર્થિક મદદ માટે ફોન કર્યો હતો. તેણે જણાવ્યુ હતુ કે તે દિવાળી પછી લગ્નની ખરીદી માટે મુંબઈ આવી રહી હતી. તેણે મને પાંચ મહિના પહેલા મિતેશ વિશે જણાવ્યુ હતુ. મે તેની સાથે મેસેજ અને વીડિયો કૉલ પર પણ વાત કરી હતી.

વિકાસે કહ્યુ - અભિનેત્રી એકદમ નૉર્મલ હતી
વિકાસે કહ્યુ કે, 'જ્યારે મેં 14 ઓક્ટોબર, શુક્રવારે વૈશાલી સાથે વાત કરી તો તેણે એકદમ નૉર્મલ રીતે કહ્યુ હતુ કે બધુ બરાબર ચાલી રહ્યુ છે. તેણે મને એમ પણ કહ્યુ કે તે અમારી સાથે ખરીદી કરવા જશે. તેની મુંબઈ આવવાની યોજના હતી પરંતુ તેમના મૃત્યુના સમાચારે અમને બધાને ચોંકાવી દીધા છે.

ઈંદોર પોલીસ કરી રહી છે તપાસ
તમનેજણાવી દઈએ કે 16 ઓક્ટોબર 2022ના રોજ યે રિશ્તા ક્યા કહેલાતા ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલમાં ઈન્દોર પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. ઈન્દોરના એએસપી મોતી ઉર રહેમાને જણાવ્યુ કે વૈશાલી તેના જૂના પ્રેમીથી નારાજ હતી. જે તેની પડોશમાં રહેતો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
