ઉર્વશી રૌતેલાએ કોને કહ્યુ હતુ 'આઈ લવ યુ', વાયરલ વીડિયોની જણાવી સચ્ચાઈ, કહ્યુ - એ તો...

હાલમાં ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઉર્વશી આઈ લવ યુ કહી રહી હતી. હવે તેણે આ અંગે સચ્ચાઈ જણાવી છે.

બૉલિવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક અવારનવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેલી ઉર્વશી રૌતેલા હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. જેના માટે તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઉર્વશી આઈ લવ યુ કહી રહી હતી. હવે આ અંગે અભિનેત્રીએ મૌન તોડ્યુ છે અને તેણે જણાવ્યુ કે તેણે કોને આઈ લવ યુ કહ્યુ હતુ.

ઉર્વશી રૌતેલાનો મોટો ખુલાસો

ઉર્વશી રૌતેલાનો મોટો ખુલાસો

ઉર્વશી રૌતેલા અવારનવાર તેના લેટેસ્ટ લુકમાં ફોટો શેર કરતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઉર્વશી રૌતેલાની પોસ્ટ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કોઈએ તેનુ દિલ તોડી નાખ્યુ છે. હવે ઉર્વશી રૌતેલાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મોટો ખુલાસો કર્યો છે. તેણે આ ખુલાસો તેના એક વાયરલ વીડિયોને લઈને કર્યો છે જેમાં તે ''આઈ લવ યુ' બોલતી જોવા મળી રહી છે. હવે એક્ટ્રેસે સચ્ચાઈ જણાવી છે કે તે કોને આઈ લવ યુ કહેતી હતી.

વાયરલ વીડિયોની સચ્ચાઈ જણાવી

વાયરલ વીડિયોની સચ્ચાઈ જણાવી

ઉર્વશી રૌતેલાએ મંગળવારે આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી. તેણે પોસ્ટ કરીને લખ્યુ કે, 'હું મારા આઇ લવ યુ વીડિયો વિશે કહેવા માંગુ છુ જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો માત્ર અભિનયના હેતુ માટે હતો. જે ડાયલોગ સિક્વન્સ માટે નિર્દેશિત કરવામાં આવ્યો હતો. આ વીડિયો કોઈ ખાસ વ્યક્તિ માટે નથી અને ન તો તે કોઈ પણ પ્રકારના વીડિયો કૉલનો ભાગ હતો.'

ઋષભ પંત સાથે જોડ્યો વીડિયો

ઋષભ પંત સાથે જોડ્યો વીડિયો

ઉર્વશી રૌતેલાના વાયરલ વીડિયોની વાત કરીએ તો આ વીડિયોમાં તે કહે છે કે, 'તમે બોલો આઈ લવ યુ... ના પહેલા તમે બોલો, આઈ લવ યુ... એક વાર કહી દો...બસ એક વાર કહી દો.'આ વીડિયોને કારણે ઉર્વશી રૌતેલાને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. યુઝર્સ આ વીડિયોને રિષભ પંત સાથે જોડી રહ્યા હતા.

ફિલ્મના શૂટિંગ માટે ગઈ છે ઑસ્ટ્રેલિયા

ફિલ્મના શૂટિંગ માટે ગઈ છે ઑસ્ટ્રેલિયા

ઉર્વશી રૌતેલા જ્યારથી ઑસ્ટ્રેલિયા ગઈ છે ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં T20I વર્લ્ડ કપ 2022 માટે ઑસ્ટ્રેલિયામાં છે. ચાહકોનું માનવું છે કે અભિનેત્રી ઋષભ પંતને સતત ફોલો કરી રહી છે. જેના કારણે તેને દરેક પોસ્ટ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ્સનુ માનીએ તો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉર્વશી રૌતેલા પોતાની એક ફિલ્મના શૂટિંગના સિલસિલામાં ઑસ્ટ્રેલિયા ગઈ છે. ઋષભ પંતને મળવા માટે નહિ. આ શૂટિંગ પૂરુ કરીને તે તરત જ ભારત પરત ફરશે. જો કે, અભિનેત્રીની હાર્ટ-બ્રેકિંગ પોસ્ટ કંઈક બીજા જ સંકેત આપી રહી છે. માત્ર ઉર્વશી રૌતેલાને ખબર હશે કે તે ઑસ્ટ્રેલિયા શા માટે ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X