ઉર્વશી રૌતેલા સાથે લંડનમાં થયો મોટો કાંડ, એરપોર્ટ પરથી 70 લાખના ઘરેણાં ભરેલી બેગ ગાયબ, જાણો સમગ્ર મામલો
Urvashi Rautela: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલા હાલ એક મોટી મુશ્કેલીમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે કારણ કે હાલમાં લંડનના ગેટવિક એરપોર્ટ પરથી 70 લાખ રૂપિયાના ઘરેણાંથી ભરેલી તેની લક્ઝરી સુટકેસ ચોરાઈ ગઈ હતી. અભિનેત્રી કહ્યું હતું કે, તે વિમ્બલ્ડન માટે શહેરમાં હતી ત્યારે લગેજ બેલ્ટમાંથી તેની બેગ ગાયબ થઈ ગઈ હતી ઉર્વશીએ તેની બેગ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય મળી નહીં.

ઉર્વશી રૌતેલાના 70 લાખના ઘરેણાં ચોરી
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ દાવો કર્યો છે કે હાલમાં લંડનના ગેટવિક એરપોર્ટ પરથી તેનો 70 લાખ રૂપિયાના દાગીના ભરેલી લક્ઝરી સુટકેસ ચોરાઈ ગઈ હતી. તે વિમ્બલ્ડન જોવા માટે લંડન ગઈ હતી અને તે દરમિયાન તેની બેગ લગેજ બેલ્ટમાંથી ગાયબ થઈ ગઈ હતી. ઉર્વશી રૌતેલાના મતે તેણે તેની બેગ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં બેગ મળી નહીં.
ઉર્વશી રૌતેલાની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં અભિનેત્રીએ કહ્યું છે કે, 'પ્લેટિનમ એમિરેટ્સ સભ્ય અને વૈશ્વિક કલાકાર હોવાને કારણે હું વિમ્બલ્ડન જોવા ગઈ હતી. મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મુંબઈથી અમીરાતની ફ્લાઇટ બાદ લંડન ગેટવિક એરપોર્ટ પર બેગેજ બેલ્ટમાંથી બેગ ચોરાઈ ગઈ. અમારા બેગેજ ટેગ અને ટિકિટ હોવા છતાં બેગ બેલ્ટ વિસ્તારમાંથી ગાયબ થઈ ગઈ જે એરપોર્ટ પર સુરક્ષા ભંગનો ગંભીર મામલો છે.' ટીમે વધુમાં કહ્યું કે, 'આ ફક્ત ખોવાયેલી બેગનો મામલો નથી તે બધા મુસાફરોની જવાબદારી, સલામતી અને આદરનો મામલો છે.' ઉર્વશીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે મદદ માટે અમીરાત અને ગેટવિક એરપોર્ટના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને કોઈ મદદ મળી ન હતી.
ઉર્વશી રૌતેલાનું ગ્લેમરસ કરિયર
-તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાએ પોતાની કારકિર્દીની શરૂઆત સૌંદર્ય સ્પર્ધાઓથી કરી હતી અને મિસ દિવા યુનિવર્સ જેવા ખિતાબ જીત્યા હતા. આ પછી, તેણીએ 'સિંહ સાહબ ધ ગ્રેટ', 'સનમ રે', 'હેટ સ્ટોરી 4' અને 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
-ઉર્વશી રૌતેલાએ 'લવ ડોઝ' અને 'બિજલી કી તાર' જેવા મ્યુઝિક વીડિયોમાં પોતાના અભિનયથી સોશિયલ મીડિયા પર જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. આ ઉપરાંત, તે દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તાજેતરમાં તે બોલિવૂડ અભિનેતા સની દેઓલની સુપરહિટ ફિલ્મ 'જાટ'માં એક આઇટમ નંબર કરતી જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
