'15 વર્ષની હતી, જ્યારે પૉર્ન સાઈટ પર મારો ફોટો નાખવામાં આવ્યો', ઉર્ફી જાવેદે જણાવ્યુ લખનઉમાં તેની સાથે શું થયુ

ઉર્ફી જાવેદે જણાવ્યુ કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તેનો ફોટો પૉર્ન સાઉટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

મુંબઈઃ હંમેશા પોતાના ડ્રેસ અને ફેશનને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે જણાવ્યુ કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તેનો ફોટો પૉર્ન સાઉટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો કે તે એક નાની ઉંમરની કિશોરી હોવાના કારણે એ વખતે તે એ વાતને લઈને ખૂબ જ શરમમાં મૂકાઈ ગઈ હતી. હાલના જ એક ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદે કહ્યુ કે તે 15 વર્ષની હતી ત્યારે તેનો એક ફોટો એક પૉર્ન સાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને તેના પરિવાર અને શહેરના બાકીના લોકો દ્વારા સાર્વજનકિ રીતે અપમાનિત કરવામાં આવી હતી. અભિનેત્રીએ જણાવ્યુ કે આ ઘટના લખનઉની છે.

'હું લખનઉમાં હતી જ્યારે 15 વર્ષની ઉંમરમા મારો ફોટો...'

'હું લખનઉમાં હતી જ્યારે 15 વર્ષની ઉંમરમા મારો ફોટો...'

કપલ ઑફ થિંગ્સ ઉર્ફી જાવેદે પોતાની ચેનલ પર આરજે અનમોલ અને અમૃતા રાવ સાથે વાત કરીને કહ્યુ, 'હું લખનઉમાં હતી અને હું 15 વર્ષની હતી અને મે એક ઑફ-શૉલ્ડર ટૉપ પહેર્યુ હતુ. લખનઉમાં અમે એ રીતના કપડા નહોતા પહરેતા માટે એને કાપ્યો અને જાતે બનાવ્યો. મે એ ફોટો ફેસબુક પર અપલોડ કર્યો અને કોઈએ તેને પૉર્ન સાઉટ પર અપલોડ કરી દીધો.'

'લોકોએ ખરેખર મને શરમમાં મૂકી દીધી...'

'લોકોએ ખરેખર મને શરમમાં મૂકી દીધી...'

ઉર્ફી જાવેદે કહ્યુ, 'આ એક ટ્યુબ ટૉપ હતુ, જેમાં કંઈ પણ ખરાબ નહોતુ. લોકોએ ખરેખર મને શરમમાં મૂકી દીધી. આખુ શહેર, આખુ નગર, મારો પરિવાર, આ બધા એવા હતા જેમ કે તે શું પહેર્યુ હતુ, આ બધી તારી ભૂલ હતી. એક તો છોકરી થઈને તે આ બધુ જોવાની અને પછી એને ફેસબુક પર અપલોડ કરવાનુ દુસ્સાહસ કેવી રીતે કર્યુ.'

'મારામાં મરવાની હિંમત નહોતી એટલા માટે ફાઈટ કરી..'

'મારામાં મરવાની હિંમત નહોતી એટલા માટે ફાઈટ કરી..'

ઉર્ફી જાવેદે સ્વીકાર કર્યો કે એ વખતે તે જાણતી નહોતી કે આ મામલાને કેવી રીતે સંભાળવાનો છે. જ્યારે આરજે અનમોલ અને અમૃતા રાવે ઉર્ફીને પૂછ્યુ કે તેણે કેવી રીતે આ મામલાને હેન્ડલ કર્યો તો અભિનેત્રીએ કહ્યુ, 'તમે કેટલા મજબૂત છો, એ ત્યારે ખબર પડે છે જ્યારે તમે કોઈ મુસીબતમાં ફસાઈ જાવ છો. મારા મનમાં ઘણી વાર મરવાના વિચારો આવ્યા પરંતુ મારામાં મરવાની હિંમત નહોતી માટે મે ફાઈટ કરી.'

બોલ્ડ આઉટફીટ માટે જાણીતી છે ઉર્ફી

બોલ્ડ આઉટફીટ માટે જાણીતી છે ઉર્ફી

ઉર્ફી જાવેદ ખૂબ જ બોલ્ડ આઉટફિટ પહેરવા માટે જાણીતી છે. તે ચંદ્ર નંદિની, સાત ફેરો કી હેરાફેરી અને બેપનાહ જેવા શોમાં કામ કરી ચૂકી છે. આ સાથે જ ઉર્ફીએ બિગ બૉસ ઓટીટીમાં પણ ભાગ લીધો હતો. તે ક્યારેય કોઈ નવા આઉટફિટ પહેરવા કે એક્સપેરીમેટન્ટ કરવાથી ડરતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X