ઉર્ફી જાવેદે નાસ્તાની ડીશ અને જ્યૂસના ગ્લાસથી કવર કરી બૉડી, લોકોએ કહ્યુ - આના કેમેરામેનને તો મોજ છે

પોતાની અનોખી ફેશન માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Urfi Javed Viral Video: ઉર્ફી જાવેદ પોતાની વિચિત્ર ફેશન માટે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં ફરીથી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. હજુ થોડા દિવસ પહેલા જ દુબઈ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવાની વાત સામે આવી હતી. જેમાં તેના વાંધાજનક કપડાને લઈને કસ્ટડીમાં લેવાની વાત કહેવામાં આવી હતી. જો કે બાદમાં ઉર્ફીએ જણાવ્યુ હતુ કે શૂટના લોકેશનના કારણે દુબઈ પોલીસ તેની સાથે વાત કરવા માટે શૂટિંગના સેટ પર આવી હતી.

નાસ્તાની ડીશ અને ગ્લાસથી કવર કરી બૉડી

નાસ્તાની ડીશ અને ગ્લાસથી કવર કરી બૉડી

પોતાની અનોખી ફેશન માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પોતાના ફોટા અને વીડિયોથી લોકોનુ જોરદાર મનોરંજન કરનાર ઉર્ફી જાવેદનો નવો અતરંગી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી તેના શરીરને નાસ્તાની ડીશ અને જ્યુસના ગ્લાસથી ઢાંકતી જોવા મળે છે. ઉર્ફીના આ વીડિયો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ

ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ફોટોશૂટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ડીશમાં રાખેલા પેનકેક અને ગ્લાસમાં ભરેલા જ્યુસની મદદથી પોતાનુ શરીર ઢાંકતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદના એક હાથમાં પેનકેકની પ્લેટ અને બીજા હાથમાં જ્યુસનો ગ્લાસ છે. આ બંનેની મદદથી તેણે પોતાના શરીરના આગળના ભાગને ઢાંકી દીધો છે.

ઉર્ફીએ કેપ્શનમાં લખ્યુ - બ્રેકફાસ્ટ

ઉર્ફીએ કેપ્શનમાં લખ્યુ - બ્રેકફાસ્ટ

આ વીડિયોમાં ઉર્ફી હોટલના રૂમમાં પોઝ આપતી જોવા મળે છે. વાસ્તવમાં ઉર્ફીએ કપડાં નથી પહેર્યા પરંતુ તે પોતાની જાતને પ્લેટ અને ગ્લાસથી ઢાંકી રહી છે. આ વીડિયોને શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું - 'બ્રેકફાસ્ટ' ઉર્ફીના આ વીડિયોની લોકો જોરદાર મજાક ઉડાવી રહ્યા છે. તેને ખરી-ખોટી પણ સંભળાવી રહ્યા છે. ઉર્ફીના નાસ્તાના વીડિયોના કારણે લોકો તેની ખીલ્લી ઉડાવી રહ્યા છે.

લોકોએ ઉડાવી ઉર્ફીની મજાક

લોકોએ ઉડાવી ઉર્ફીની મજાક

ઉર્ફીના આ વીડિયો પર લોકો તેની ટીકા કરતા વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. ઉર્ફીના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે- આના કેમેરામેનને તો મોજ છે. ટિપ્પણી કરતી વખતે એક વ્યક્તિએ લખ્યુ છે - તે દુનિયાથી અલગ છે, તે કંઈપણ કરી શકે છે. વળી, એક યુઝરે લખ્યુ છે - જો હું આ રીતે જઉ તો મારી મમ્મી મને ચપ્પલથી મારશે.

દુબઈ પોલીસે ઉર્ફીની કરી પૂછપરછ

દુબઈ પોલીસે ઉર્ફીની કરી પૂછપરછ

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ હાલમાં જ તેના મિત્રો સાથે રજાઓ ગાળવા દુબઈ પહોંચી હતી. અહીં ઉર્ફીને તેના આગામી પ્રોજેક્ટનુ શૂટિંગ કરવાનુ હતુ પરંતુ તે અહીં પહોંચતા જ તે મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ. ઉર્ફી જાવેદે કહ્યુ હતુ કે દુબઈ પોલીસ ચોક્કસપણે તેના સેટ પર પહોંચી હતી પરંતુ તેના ખુલ્લા કપડાંના કારણે નહિ. તેણે કહ્યુ કે સમસ્યા એ લોકેશનની હતી જ્યાં વીડિયોનુ શૂટિંગ ચાલી રહ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X