એકદમ શોર્ટ ડ્રેસ અને વાળમાં બેગ લટકાવીને કેમેરા સામે આવી ઉર્ફી જાવેદ, વિચિત્ર ફેશનના કારણે ટ્રોલ થઈ
ફેશનના નામે ગમે તેવા ગતકડા કરી રહેલી ઉર્ફી જાવેદનો વધુ એક લુક સામે આવ્યો છે. રોજ રોજ નવા નવા લુકમાં કેમેરા સામે આવતી ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશનને લઈને ચર્ચામાં રહે છે. હવે તે શોર્ટ ડ્રેસમાં માથામાં બેગ લટકાવીને કેમેરા સામે આવી હતી.
ઉર્ફી જાવેદ રોજ કંઈક એવું કરે છે અને ફેશન સેન્સ સતત નેક્સ્ટ લેવલ પર જઈ રહી છે. ઉર્ફી જાવેદને ફૅશન સેન્સેશન નથી કહેવાતી, તે ક્યારેક એવું કંઈક કરે છે જે તમને આશ્ચર્યચકિત કરવા માટે પૂરતું હોય છે. અવારનવાર તેની તસવીરો અને લુક સામે આવે છે જે ચોંકાવનારા હોય છે.

બિગ બોસ બાદ ઉર્ફી હવે તે જાણીતું નામ બની ગઈ છે. આજે ઉર્ફી જાવેદે કંઈક એવું કર્યું છે જે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ખૂબ જ ઓછા કપડાં પહેરીને ટેરેસ પર ઊભેલી ઉર્ફી જાવેદે તેના વાળમાં એક બેગ લટકાવી છે અને તેને મેક-અપ બોક્સ બનાવી દીધુ છે.
આ સિવાય તેનો ડ્રેસ ચાલતા પવનમાં ઉડી રહ્યો છે અને બધું જ દેખાઈ રહ્યું છે. ઉર્ફી જાવેદે બેગમાંથી લિપસ્ટિક કાઢી અને ફરી ફરી હોઠ પર લગાવી. હવ તે ટ્રોલના નિશાને ચડી છે. એક યુઝર્સે લખ્યું કે, બેગ - @weargigai ડ્રેસ - તેને જૂની સાડીમાંથી બનાલી છે.
અન્ય એકે લખ્યુ કે, મેં પહેલેથી જ કહ્યું હતું કે પૃથ્વી પર એલિયન્સ આવી ગયા છે પરંતુ કોઈએ માન્યું નહીં, હવે સહન કરો. એકે લખ્યું, તેના પિતાએ તેને જન્મ આપ્યા પછી પસ્તાવો કર્યો હશે. આવી ઘણી ટિપ્પણીઓ સામે આવી રહી છે. લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
