શાહરુખ ખાનના ઘર 'મન્નત'ની દીવાલ કૂદીને ઘૂસવાની કોશિશ, પોલીસ કરી રહી છે તપાસ
શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં ગુરુવારે બે લોકોએ ઘૂસવાની કોશિશ કરી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

Shahrukh Khan 'Mannat': બૉલિવુડ કિંગ શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં ગુરુવારે બે લોકોએ ઘૂસવાની કોશિશ કરી છે. મુંબઈ સ્થિત શાહરુખ ખાનના 'મન્નત' બંગલામાં બે યુવકોએ ઘૂસવાની કોશિશ કર્યા બાદ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ બંને યુવકો જ્યારે બહારની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડે પકડી લીધા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે બંને યુવકોમાંથી એક 20 વર્ષ અને બીજો 22 વર્ષનો છે. યુવકોના કહેવા મુજબ બંને ગુજરાતથી આવ્યા છે અને તે પઠાન સ્ટારને મળવા માંગતા હતા.
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે 9.30 વાગે આ બંને છોકરાઓએ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને મન્નતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બંને દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા, બંગલાના ત્રીજા માળે પણ પહોંચ્યા, જ્યારે સિક્યોરિટી ગાર્ડની નજર બંને પર પડી ત્યારે આ લોકોએ બંનેને પકડીને પોલીસને હવાલે કર્યા. બંને વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે બંને છોકરાઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બંને સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લાંબા સમય બાદ શાહરૂખ ખાનની ફિલ્મ મોટા પડદા પર આવી છે. શાહરૂખની ફિલ્મ પઠાણ લોકોને ઘણી પસંદ આવી છે અને તે સુપરહિટ રહી છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે 1000 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ પણ છે. પઠાણ બાદ હવે શાહરૂખ ખાન ફિલ્મ જવાન અને ધુનકીની તૈયારી કરી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
