મારી દીકરી પણ અભિનેત્રી બનતી તો હું એની સાથે પણ સૂતો...રતન રાજપૂતે કાસ્ટિંગ કાઉચ વિશે ખોલ્યા ચોંકાવનારા રાઝ
ટીવી અભિનેત્રી રતન રાજપૂતે તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વિશે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
નવી દિલ્લીઃ અગલે જનમ મોહે બિટિયા હી કીજો, સંતોષી મા અને મહાભારત જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોના દિલ જીતનાર અભિનેત્રી રતન રાજપૂતે તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વિશે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રતન રાજપૂતે તેના એક વીડિયો બ્લૉગમાં જણાવ્યુ કે, તે એક બહુ મોટા પ્રોડક્શન હાઉસમાં ગઈ જ્યાં તેને એક 60થી 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ મને તેની સાથે સૂવા માટે કહ્યુ.

'તારે મને ગૉડફાધર બનાવવો પડશે'
અભિનેત્રી રતન રાજપૂત વીડિયો બ્લૉગ દ્વારા તેના ચાહકો સાથે જોડાય છે. હાલમાં જ રતને તેના એક વીડિયો બ્લૉગમાં જણાવ્યુ કે તે 2008ની વાત છે. હું બસ મુંબઈમાં આવી જ હતી. ત્યારે હું બહુ ચૂપ અને ડરેલી રહેતી હતી. તે 60-65 વર્ષનો વૃદ્ધ હશે. તેણે મને કહ્યુ, અરે તારે તો ઘણુ બધુ બદલાવુ પડશે, પોતાના વાળ જો, તારી સ્કીન જો, કેવા કપડાં પહેરે છે, સંપૂર્ણ મેકઓવર કરવો પડશે, તેના માટે 2-2.5 લાખનો ખર્ચ થશે. પણ હું તારા પાછળ આટલા લાખ કેમ ખર્ચ કરુ? તારે મને તારો ગૉડફાધર બનાવવો પડશે. મારી સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે.

અભિનેત્રી બનવા આવી છે ને, તો આ બધા ડ્રામા બંધ કર
રતને કહ્યુ કે મેં તેને કહ્યુ કે તમે મારા પિતાની ઉંમરના છો. હું તમારી સાથે મિત્રતા કેવી રીતે કરુ, હું તમારો આદર કરુ છુ, તમે મને માર્ગદર્શન આપશો તેમ હું કરીશ. વ્યક્તિએ ગુસ્સામાં કહ્યુ- ગાઈડ વાઈડ કંઈ હોતુ નથી. અહીં દોસ્તી જ કરવી પડે છે. અભિનેત્રી બનવા આવી હોય તો આ બધા નાટક બંધ કર. થોડી સ્માર્ટ બન. રતને જણાવ્યુ કે તે વ્યક્તિ અડધો કલાક વાત કરતો રહ્યો. તે હાથ-પગ વગરની વાત કરતો રહ્યો.

'મારી દીકરી પણ જો અભિનેત્રી બનવા આવતી તો હું એની સાથે સૂતો'
રતને કહ્યુ કે, 'આ પછી મેં તેને કહ્યુ કે તમે મારા પિતાની ઉંમરના છો, તો તે વ્યક્તિએ કહ્યુ - સાંભળ, જો મારી પુત્રી પણ અભિનેત્રી બનતી તો હું પણ તેની સાથે સૂઈ ગયો હોત. આ સાંભળીને હું ચોંકી ગઈ.' રતને કહ્યુ કે તે ગમે એમ કરીને ત્યાંથી નીકળી ગઈ. તે માણસે તેની સાથે કંઈ કર્યુ ન હતુ પરંતુ એ વાતની અસર મારા વ્યક્તિત્વ પર પડી. હું 1 મહિના સુધી કોઈ મીટિંગમાં ના ગઈ. મારા કાનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો.

'એ પછી મે ક્યારેય ફિલ્મ માટે ટ્રાય ના કરી'
રતન કહે છે- આ ઘટના પછી મેં ક્યારેય ફિલ્મ માટે પ્રયાસ કર્યો નથી. આજે પણ મને લાગે છે કે જો મને એ માણસ મળે તો મારે તેના ચહેરા પર જૂતા મારવા જોઈએ જેણે તેની પુત્રી વિશે અપશબ્દો બોલ્યા હતા. વિચારો કે તે કેવો લીચડ માણસ હશે. આને કાસ્ટિંગ કાઉચ કહુ કે શું કહુ? આ એક ચોંકાવનારી ઘટના છે. આજે જો કોઈ મને આવી વાત કહે તો હું તેને ચંપલથી ધોઈ નાખુ.
જુઓ વીડિયો
રતન રાજપૂતે કહ્યુ કે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ક્યારેય બાંધછોડ ન કરો, મહેનતના બળ પર આગળ વધો. રતન રાજપૂતે કહ્યુ કે આવો ભાવ ક્યારેય ન આપશો નહીં તો સફળતા નહીં મળે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
