મોત પહેલા ખૂબ જ દયનીય હતી ટીવી અભિનેત્રી નિશી સિંહની હાલત, ઓળખવી પણ મુશ્કેલ, પતિએ વર્ણવ્યુ દુઃખ
ટીવી શો ઇશ્કબાઝ, કુબૂલ હૈ અને તેનાલી રામામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નિશી સિંહનુ રવિવારે(18 સપ્ટેમ્બર) 50 વર્ષની વયે નિધન થયુ હતુ.
મુંબઈઃ ટીવી શો ઇશ્કબાઝ, કુબૂલ હૈ અને તેનાલી રામામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નિશી સિંહનુ રવિવારે(18 સપ્ટેમ્બર) 50 વર્ષની વયે નિધન થયુ હતુ. નિશી સિંહ છેલ્લા કેટલાક સમયથી પેરાલિસિસથી પીડિત હતા. મૃત્યુ પહેલા નિશી સિંહની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ હતી. તે ઓળખી શકાય એવી સ્થિતિમાં પણ ન નહોતી. નિશી સિંહને છેલ્લા અમુક વર્ષોમાં લકવાના ત્રણ સ્ટ્રોક આવ્યા હતા. આ સિવાય તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહી હતી.

નિશી સિંહ છોડી ગઈ હર્યો-ભર્યો પરિવાર
નિશી સિંહના પરિવારમાં લેખક-અભિનેતા પતિ સંજય સિંહ ભડલી અને તેમના બે બાળકો છે. પુત્રીની ઉંમર 18 વર્ષ અને પુત્રની ઉંમર 21 વર્ષ છે. પરિવાર પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને અગાઉ આર્થિક મદદ માટે વિનંતી કરી હતી. નિશી સિંહના પતિ સંજય સિંહે તેમના ફેસબુક પેજ પર પત્નીના જવાની પીડા વ્યક્ત કરી છે. તેમણે લખ્યુ, 'ચાર વર્ષની લડાઈ બાદ આજે 3 વાગ્યે નિશી જિંદગીથી હારી ગઈ.'

પતિનુ છલકાઈ દર્દ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા નિશી સિંહના પતિ સંજય સિંહે જણાવ્યુ કે નિશીનુ મોત રવિવારે બપોરે 3 વાગે થયુ હતુ. તેમણે કહ્યુ કે આ વર્ષે મે મહિનામાં તેમને લકવાનો ત્રીજો હુમલો આવ્યા બાદ તેમની તબિયત બગડી હતી. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહી હતી અને શનિવારે તેણે અસ્વસ્થતાની ફરિયાદ કર્યા પછી તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રવિવારે બપોરે તેનું અવસાન થયુ હતુ.

'જન્મદિવસના બે દિવસ પછી નિશી જતી રહી'
સંજય સિંહે કહ્યુ, 'સૌથી મોટુ દુઃખ એ છે કે અમે ગઈકાલે (16 સપ્ટેમ્બર) એક દિવસ પહેલા તેનો 50મો જન્મદિવસ ઉજવ્યો.' તેમણે કહ્યુ કે, 'તે ખૂબ જ ખુશ દેખાતી હતી. જોકે તે કંઈ બોલી શકતી નહોતી.' પતિ સંજય સિંહે જન્મદિવસની ઉજવણીની તસવીરો ફેસબુક પર પણ શેર કરી હતી.

18 વર્ષની દીકરીએ છોડી દીધો અભ્યાસ
સંજય સિંહે ખુલાસો કર્યો કે તેની 18 વર્ષની પુત્રીએ તેનો અભ્યાસ છોડી દીધો હતો અને તે બોર્ડની પરીક્ષા આપી શકી ન હતી કારણ કે તેને પોતાની માતાની સંભાળ રાખવામાં મદદ કરી હતી. સંજય સિંહે કહ્યુ કે તે મેડિકલ બિલમાં વધારો થવાને કારણે કોઈ કામ કરી શક્યા નહોતા કારણ કે તેણે નિશીની સંભાળ લેવા માટે ઘરે જ રહેવુ પડતુ હતુ.

હવે બધુ ખતમ થઈ ગયુ
તેમણે કહ્યુ કે તેના કેટલાક સાથીદારો અને ટીવી કલાકારોની સંસ્થા CINTAAની મદદ હોવા છતાં ખર્ચ ઉઠાવવા માટે તેમણે માર્ચમાં પોતાનુ ઘર અને કાર વેચવુ પડ્યુ હતુ. અંતે તેમણે કહ્યુ, 'હવે બધુ ખતમ થઈ ગયુ છે, મારી સુંદર પત્ની આ દુનિયા છોડીને જતી રહી છે.'

મે 2022માં લકવાના ત્રીજા સ્ટ્રોકના કારણે બગડી હાલત
ફેબ્રુઆરી 2019માં નિશીને લકવો થયો, ફેબ્રુઆરી 2020માં તેને લકવાનો બીજો હુમલો આવ્યો. જે બાદ તેના પતિ સંજય સિંહે સપ્ટેમ્બર 2020માં આર્થિક મદદ માટે વિનંતી કરી હતી. પતિએ કહ્યુ કે, નિશી બીજા સ્ટ્રોક પછી સ્વસ્થ થઈ રહી હતી પરંતુ આ વર્ષે મે 2022માં ત્રીજો સ્ટ્રોક આવ્યા બાદ તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમણે કહ્યુ કે તેમના નિધનથી પરિવાર તેમના દુઃખ અને આર્થિક સમસ્યાઓ બંનેનો સામનો કરી રહ્યો છે.

અંતિમ સમયમાં જમી પણ નહોતી શકતી
E-Times સાથે વાત કરતા સંજય સિંહે કહ્યુ, 'છેલ્લા કેટલાક અઠવાડિયામાં ગળામાં ગંભીર ઈન્ફેક્શનને કારણે નિશી ખોરાક પણ લઈ શકતી નહોતી. તેણે નક્કર ખોરાક ખાવાનુ બંધ કરી દીધુ હતુ અને અમે તેને માત્ર પ્રવાહી ખવડાવી શકતા હતા. તેણે તેના 16 સપ્ટેમ્બરના જન્મદિવસ પર પણ વાત કરી ન હતી કારણ કે તે વાત કરી શકતી ન હતી પરંતુ તે ખૂબ જ ખુશ દેખાતી હતી. મે તેને તેના મનપસંદ ચણાના લોટના લાડુ ખાવા માટે વિનંતી કરી અને તેણે તે ખાધા હતા.












Click it and Unblock the Notifications
