'તુ છૂપા હે કહાં મે તડપતા યહાં', 'યે દૂરિયાં હમે ઓર નઝદીક લાયેગી', અનુપમ ખેર-સતીશ કૌશિકનો વીડિયો કૉલ વાયરલ
અનુપમ ખેર અને સતીશ કૌશિકની દોસ્તીનો વધુ એક વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલો છે જેમાં બંને વીડિયો કૉલ પર એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

Anupam Kher On Satish Kaushik: સતીશ કૌશિક અને અનુપમ ખૈરની દોસ્તી 45 વર્ષ જૂની છે. આ જ કારણ છે કે અનુપમ ખૈર પોતાના દોસ્ત સતીશ કૌશિકના મોત પછી હાલમાં ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને વારંવાર ભાવુક થઈ રહ્યા છે. સતીશ કૌશિકના પાર્થિવ દેહ સામે બેસીને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહેલા અનુપમ ખેરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઉપરાંત બંનેની દોસ્તીનો વધુ એક વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલો છે જેમાં બંને વીડિયો કૉલ પર એકબીજા સાથે વાત કરી રહ્યા છે.
અનુપમ ખેરની દોસ્ત કૌશિકને અંતિમ વિદાય
સતીશ કૌશિકની અંતિમ વિદાય વખતે અનુપમ ખેર ખૂબ જ દુઃખી દેખાતા હતા. ક્યારેક તે ધ્રૂસકે ધ્રુસકે રડતા હતા તો ક્યારેક તે પોતાના આંસુ લૂછતા જોવા મળતા હતા. ક્યારેક તે તેમના મિત્રના પાર્થિવ દેહ તરફ જોતા રહેતા. તેમના મિત્રની યાદો તેમને પરેશાન કરતી હતી.
'તુ છૂપા હે કહાં મે તડપતા યહાં'
અનુપમ ખેરે પોતે એક વીડિયોમાં પોતાની અને સતીશ કૌશિક વચ્ચેની દોસ્તી કયા લેવલની હતી તેનો એક કિસ્સો સંભળાવ્યો. ત્યારે અનુપમ ખેરે સતીશ કૌશિકને કહ્યુ હતુ કે, 'તુ છૂપા હે કહાં મે તડપતા યહાં'.સતીશ કૌશિકના અવસાન બાદ અનુપમ ખેરે મીડિયાની સામે કહ્યુ કે તે હવે નથી રહ્યા એ સ્વીકારવામાં મને ખબર નહિ કેટલા વર્ષ લાગશે. અનુપમ ખેરે તેમના શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિકને આંસુથી વિદાય આપી.
વર્ષ 2020નો વીડિયો વાયરલ
અનુપમ ખેર અને સતીશ કૌશિકના ઘણા વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં સતીશ કૌશિક અને અનુપમ ખેર એકબીજા સાથે વીડિયો કૉલ પર વાત કરતા જોવા મળે છે. આ વીડિયો વર્ષ 2020નો છે જ્યારે સમગ્ર વિશ્વમાં લૉકડાઉન હતુ. અનુપમ ખેરે તે સમયે સતીશ કૌશિકને વીડિયો કૉલ કરીને કહ્યુ હતુ - તુ છુપા હૈ કહાં મેં તડપતા યહાં અને સતીશ કૌશિક આ સાંભળીને હસી પડ્યા હતા.
'અમેરિકાથી પાછા આવ્યા પરંતુ મને મળ્યા નહિ'
આના જવાબમાં સતીશ કૌશિકે કહ્યુ હતુ- અરે યાર તેરે પ્યાર કા આસરા ચાહતા હુ, બડે નાસમઝ હો કી ક્યા ચાહતા હુ. તેમણે આગળ કહ્યુ- ખેર સાહેબ, આવુ પહેલીવાર બન્યુ હશે કે તમે રૉબર્ટ ડિનેરોના હાથમાંથી બહાર નીકળીને અમેરિકાથી આવ્યા છો.તેના જવાબમાં અનુપમ ખેરે કહ્યુ હતુ કે - તમને તો ઈર્ષ્યા થઈને કે મે એ વીડિયો પહેલા અનિલ કપૂર સાથે બનાવી લીધો. સતીશ કૌશિક આના પર કહે છે - મે ખૂબ ઈર્ષ્યા થઈ, મને લાગ્યુ કે કમાલ થઈ ગઈ, હું ખૂબ પાછળ રહી ગયો.
અનુપમ ખેર-સતીશ કૌશિકની દોસ્તી
વીડિયોમાં અનુપમ ખેર આગળ કહે છે - તમે મને વધુ જાણો છો, આપણે કેટલા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ? આપણે 1975માં મળ્યા હતા. 1975થી 2020 સુધી, 45 વર્ષમાં પ્રથમ વખત એવુ બન્યુ હશે કે મને અમેરિકાથી પાછા ફર્યાને 4 દિવસ થયા છે અને હું તમને મળી શક્યો નથી. જ્યારે સતીશ કૌશિક કહે છે- અદ્ભુત માણસ, હું કહેવા જઈ રહ્યો હતો કે ન્યુયોર્કથી આવ્યા પછી આવું પહેલીવાર થઈ રહ્યું છે, નહીં તો એવુ થાત કે હું એરપોર્ટ પહોચુ છુ, હવે હું ઘરે ડિનર કરવા આવુ છુ. પણ દોસ્ત, આ કોરોનાએ અંતર વધારી દીધુ છે.

'યે દૂરિયાં હમે ઓર નજદીક લાયેગી'
સતીશ કૌશિકે આ વાતચીતમાં આગળ કહ્યુ - પણ મને એક ફિલોસોફિકલ વાત યાદ છે કે આ અંતર ખરેખર માણસો, મિત્રો, પરિવાર, તમારા શહેર, તમારા દેશને નજીક લાવશે. આ પછી અનુપમ ખેર કહે છે- મને આના પર એક ગીત યાદ આવ્યુ અને સતીશ કૌશિક સાથે મળીને ગાવાનુ શરૂ કર્યુ- દૂરિયાં નજદીકીયા બન ગઈ. ગજબ સંયોગ. અનુપમ ખેર આગળ કહે છે - જ્યારે હું સ્ટેજ શો કરતો હતો ત્યારનો એક બકવાસ શેર સંભળાવુ - 'યે દુનિયા ગમ તો દેતી હે, શરીક-એ-ગમ નહિ હોતી, કિસી કે દૂર જાને સે મહોબ્બત કમ નહિ હોતી.'












Click it and Unblock the Notifications
