TIME100: વર્ષ 2023માં દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ થયા શાહરુખ ખાન અને રાજામૌલી
TIME 100 Most Influential list: ટાઈમની વર્ષ 2023ની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ફક્ત બે જ ભારતીયોને સ્થાન મળ્યુ છે. જેમાં પહેલા છે પહેલા છે બૉલિવુડ કિંગ શાહરુખ ખાન અને બીજા છે એસએસ રાજામૌલી.
ટાઈમ મેગેઝીને ગુરુવારે વર્ષ 2023ની 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી. જેમાં શાહરુખ ખાન અને એસએસ રાજામૌલી સામેલ છે. આ યાદીમાં લેખક સલમાન રશ્દી અને ટીવી હોસ્ટ અને જજ પદ્મા લક્ષ્મી પણ સામેલ છે.

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાને 2023 ટાઈમ 100 રીડર પોલ જીત્યો હતો. જેમાં રીડર્સે એ ઈન્ડીવિજ્યુઅલ માટે મતદાન કર્યુ હતુ, જેમને તે ટાઈમના સૌથી પ્રભાવશાળી લોકોની એન્યુઅલ લિસ્ટમાં જગ્યા મેળવવા માટે કાબેલ માનતા હતા.
બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે શાહરુખ ખાનની જોરદાર પ્રશંસા કરીને ટાઈમની લિસ્ટ માટે તેમની પ્રોફાઈલ લખી છે. જેમાં તેણે લખ્યુ, 'કોઈના માટે જે તેને બહુ નજીકથી જાણે છે અને તેની ઉંડાણપૂર્વક કાળજી રાખે છે. તેમના માટે 150 શબ્દ ક્યારેય ન્યાય ન કરી શકે કે જે શાહરુખ ખાન છે. શાહરુખ ખાનને હંમેશા માટે સૌથી ગ્રેટ એક્ટરમાંના એક તરીકે ઓળખવામાં આવશે.'

સાઉથના ડાયરેક્ટર એસએસ રાજામૌલી પણ પોતાની એપિક ફિલ્મ આરઆરઆરના કારણે આખી દુનિયામાં છવાયેલા છે. તેમના ગીત નાટૂ-નાટૂ માટે ઑસ્કર જીતનાર રાજામૌલીને પણ ટાઈમ્સની 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં જગ્યા મળી છે.
બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે રાજામૌલીની પ્રશંસામાં લખ્યુ કે, 'આરઆરઆર ડાયરેક્ટર દર્શકોની નાડી પારખે છે. તે જાણે છે કે શું હિટ કરવાનુ છે, શું લેવાનુ છે. હું તેમને માસ્ટર સ્ટોરી ટેલર કહુ છે કારણકે તે વાસ્તવમાં કહાનીઓની શૈલી અને પરિત્યાગને પ્રેમ કરે છે અને તે આપણને સાથે લાવે છે. ભારત વૈવિધ્યથી ભરેલ વિશાળ દેશ છે અને એસએસ રાજામૌલી આપણને પોતાની ફિલ્મોના માધ્યમથી એકજૂટ કરે છે.'
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે, અબજોપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરુણા નંદી અને કાશ્મીરી કાર્યકર ખુર્રમ પરવેઝ TIME100: 2022ના સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
