નશાના ચક્કરમાં બરબાદ થઈ ચુક્યા હતા આ બોલિવૂટ સ્ટાર, રિહેબ સેન્ટર સુધી પહોંચી ગઈ હતી વાત!
બોલિવૂડ અને નશાનો જુનો સંબંધ છે. ઘણા બધા બોલિવૂડ સ્ટાર દારૂ અન ડ્રગ્સના ચક્કરમાં કરિયરને બરબાદ કરી ચુક્યા છે. આજે આપણે બોલિવૂડના કેટલાક એવા સ્ટારની વાત કરવાની છીએ જે નશાના ચક્કરમાં બરબાદ થવા સુધી પહોંચી ગયા હતા.
બોલિવૂડ અને નશાનો જુનો સંબંધ છે. ઘણા બધા બોલિવૂડ સ્ટાર દારૂ અન ડ્રગ્સના ચક્કરમાં કરિયરને બરબાદ કરી ચુક્યા છે. આજે આપણે બોલિવૂડના કેટલાક એવા સ્ટારની વાત કરવાની છીએ જે નશાના ચક્કરમાં બરબાદ થવા સુધી પહોંચી ગયા હતા. જો કે સદનસીબે તેઓ બચી ગયા અને આજે સફળ છે.

સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થ શુક્લા આજે આપણી વચ્ચે નથી. બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ ડ્રગની લતને કારણે લગભગ બે વર્ષ રિહેબ સેન્ટરમાં વિતાવ્યા હતા.

હની સિંહ
પંજાબના રેપર અને સિંગર હની સિંહે ડ્રગ્સની લત છોડવા ચંદીગઢના એક રિહેબ સેન્ટરમાં સારવાર કરાવી હતી. હની સિંહ ડ્રગ્સના ચક્કરમાં બરબાદી સુધી પહોંચી ચુક્યો હતો.

કપિલ શર્મા
કોમેડિયન કપિલ શર્માને દારૂ પીવાની આદતના કારણે રિહેબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ અનુસાર, કપિલ શર્માને 40 દિવસ સુધી રિહેબમાં રહેવાનું હતું પરંતુ તે પોતાના કામના શેડ્યૂલને કારણે મુંબઈ જતો રહ્યો હતો.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસુ પ્રસાદે નાની ઉંમરમાં જ ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં તેને આ આદતમાંથી બહાર લાવવા માટે રિહેબ સેન્ટરમાં મોકલાઈ હતી.

સૌરભ પાંડે
ટીવી એક્ટર સૌરભ પાંડે ડ્રગ્સનો બંધાણી હતો અને તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો.

સિદ્ધાર્થ સાગર
2018 માં લોકપ્રિય હાસ્ય કલાકાર સિદ્ધાર્થ સાગરે જણાવ્યુ હતું કે, તે ડ્રગ સામે લડી રહ્યો હતો અને રિહેબ કેન્દ્રમાં હતો. તેણે તો એમ પણ કહ્યું કે તે મુંબઈ પોલીસને દયનીય હાલતમાં મળી આવ્યો હતો. સિદ્ધાર્થની માતાએ કહ્યું કે તે બાયપોલરનો શિકાર હતો અને તેણે તેની દવા લેવાનું બંધ કરી દીધું હતું.












Click it and Unblock the Notifications
