આ બોલિવૂડ અભિનેત્રીઓ બાળપણમાં જ જાતીય શોષણનો ભોગ બની ચુકી છે, એકે તો થપ્પડ મારી દીધી હતી
કંગના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તેને તેના જ રિયાલિટી શો લોકઅપમાં જાતીય શોષણ વિશે વાત કરી હતી. કંગનાએ જણાવ્યુ કે, તે નાની હતી ત્યારે તેનાથી મોટા એક યુવકે તેની સાથે છેડછાડ કરી હતી.
બોલિવૂડ સ્ટાર તેના બેબાક અંદાજ માટે જાણીતા છે. ઘણા બોલિવૂડ સ્ટાર તેના જીવનની અંગત ઘટનાઓના પણ જાહેરમાં ખુલાસા કરતા રહે છે. બોલિવૂડના ઘણા સ્ટાર જાતીય શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે અને કેટલાક તો તેમના પોતાના અનુભવો જાહેર કરી ચુક્યા છે. આજે આપણે બોલિવૂડની સ્ટાર અભિનેત્રીઓ વાત કરવાના છીયે. આ અભિનેત્રીઓ તેના અનુભવો જાહેરમાં જણાવી ચુકી છે.

દીપિકા પાદુકોણ
બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણ પણ જાતીય શોષણને લઈને પોતાના અનુભવો જાહેર કરી ચુકી છે. દીપિકાએ જણાવ્યુ કે તે 1-15 વર્ષની હતી ત્યારે તેની સાથેના જ એક વ્યક્તિએ છેડછાડ કરી હતી. દીપિકાએ તેને લાફો મારી દીધો હતો.

પ્રીતિ ઝિંટા
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રીઓમાંથી એક પ્રીતિ ઝિંટા પણ જાતીય શોષણનો ભોગ બની ચુકી છે. રિપોર્ટ અનુસાર, તેની સાથે દિલ્હીમાં છેડછાડ થઈ હતી. જે બાદ અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી.

કલ્કી કોચલીન
કલ્કી કોચલીને પણ આ મુદ્દે પોતાના અનુભવો જાહેર કર્યા છે. તેને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે, તેનું 9 વર્ષની ઉમરે જાતીય શોષણ થયું હતું. આ ખુલાસાએ મોટી ચર્ચા છેડી હતી.

અદિતિ રાવ હૈદરી
ગ્લેમરસ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ જાતીય શોષણનો શિકાર બની ચુકી છે.અદિતી 15 વર્ષની હતી ત્યારે તેની છેડછાડ થઈ હતી. ઘટના બાદ અભિનેત્રીએ છેડછાડ કરનારને થપ્પડ મારી હતી.

સોનમ કપૂર
બોલિવૂડના સ્ટાર કિડ પણ જાતિય શોષણથી બાકાત નથી. અભિનેત્રી સોનમ કપૂરે ખુલાસો કર્યો હતો કે, એક વ્યક્તિએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ કૃત્ય બાદ તે રડવા લાગી હતી. મુંબઈના એક થિયેટરમાં તેની સાથે આ ઘટના ઘટી હતી.

કંગના રનૌત
કંગના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તેને તેના જ રિયાલિટી શો લોકઅપમાં જાતીય શોષણ વિશે વાત કરી હતી. કંગનાએ જણાવ્યુ કે, તે નાની હતી ત્યારે તેનાથી મોટા એક યુવકે તેની સાથે છેડછાડ કરી હતી.

ફાતિમા સના શેખ
દંગલ ગર્લ ફાતિમા સના શેખ પણ જાતીય શોષણનો ભોગ બની ચુકી છે. વિગતો અનુસાર અભિનેત્રી જ્યારે 3 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું.

નીના ગુપ્તા
પીઢ અભિનેત્રી નીના ગુપ્તા પણ જાતીય શોષણનો શિકાર બની ચુકી છે. નીના ગુપ્તાએ તેની બાયોગ્રાફીમાં જણાવ્યુ છે કે, તે સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક ડૉક્ટર અને એક ટેલરે તેની સાથે છેડછાડ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
