Big Boss16ના નવા પ્રોમોમાં દેખાયો કન્ટેસ્ટંટનો ચહેરો, જાણો આ વખતે કોણ-કોણ દેખાશે
બિગ બોસ આટલા વર્ષોથી લોકપ્રિય શોની યાદીમાં સામેલ છે. આ શોની અત્યાર સુધી 15 સીઝન આવી ચૂકી છે, પરંતુ શો પ્રત્યે ચાહકોનો પ્રેમ હજુ પણ અકબંધ છે. ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા 'બિગ બોસ 16'માં આ વર્ષે ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. હવ
બિગ બોસ આટલા વર્ષોથી લોકપ્રિય શોની યાદીમાં સામેલ છે. આ શોની અત્યાર સુધી 15 સીઝન આવી ચૂકી છે, પરંતુ શો પ્રત્યે ચાહકોનો પ્રેમ હજુ પણ અકબંધ છે. ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા 'બિગ બોસ 16'માં આ વર્ષે ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. હવે આ શોનો વધુ એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં અન્ય સ્પર્ધકની ઝલક બતાવવામાં આવી છે. પ્રોમો જોયા પછી ચાહકો વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

અગાઉથી નામ થઇ ચુક્યા છે જાહેર
બિગ બોસ 16ના ઘણા સ્પર્ધકોના નામ અગાઉ સામે આવી ચૂક્યા છે અને હવે શોના નવા પ્રોમોએ વધુ એક નવા સ્પર્ધકના નામ સાથે ઉત્સુકતા વધારી દીધી છે. કલર્સ ચેનલના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિગ બોસ સ્પર્ધકનો વધુ એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
|
નવા પ્રોમોમાં સ્પર્ધકની દેખાઇ ઝલક
પ્રોમોમાં એક મહિલા સ્પર્ધકની ઝલક જોવા મળી રહી છે. જોકે, સ્પર્ધકનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. બિગ બોસે આમ કરીને ચાહકોની તો ફરક લીધી છે, પરંતુ ચાહકો પણ ઓછા નથી, તેઓએ અવાજ પરથી અંદાજ લગાવી દીધો કે કોણ છે આ સુંદરી.
પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે એક અભિનેત્રી સોફા પર બેસીને ઇમલી કા બુટી બેરીના ઝાડ પર ગીત ગાઈ રહી છે. આ પછી 'બિગ બોસ'નો અવાજ આવે છે જે કહે છે, 'ઇમલી ખટ્ટી કડવા બેર.' તેના પર અભિનેત્રી કહે છે, 'આ સિઝન કે હમ દો શેર', તો બિગ બોસ કહે છે, ખોટું તમે સિંહ તો હુ સવાશેર છુ.
|
આ અભિનેત્રીનો છે અવાજ
અભિનેત્રીનો અવાજ સાંભળીને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ સુમ્બુલ તૌકીર ખાન છે, જે સ્ટાર પ્લસના શો 'ઈમલી'નો ભાગ હતી. સુમ્બુલ તૌકીર ખાન સિરિયલ 'ઇમલી'માં આમલીનું પાત્ર ભજવતો હતો, જેનું પાત્ર તાજેતરમાં જ શોમાંથી સમાપ્ત થયું છે. આવી સ્થિતિમાં, આ ગીત 'ઈમલી ખટ્ટી કડવા બેર' ગાઈને, બિગ બોસે સંકેત આપ્યો છે કે તે સુમ્બુલ તૌકીર ખાન છે.
બિગ બોસ શોની નવી સીઝનમાં, ટીવી શો 'છોટી સરદારની' અભિનેત્રી નિમૃત કૌર અહલુવાલિયાનો પ્રોમો વિડીયો પહેલાથી જ રિલીઝ થઈ ગયો છે અને બિગ બોસે આ બીજા સ્પર્ધકનો ખુલાસો કર્યો છે.
|
ચાહકોમાં ખુશીનો માહોલ
આ પ્રોમો જોયા પછી ચાહકો ઘણા ખુશ છે. બિગ બોસ સીઝન 16 માટે સુમ્બુલ પહેલા, સ્પર્ધકોની સૂચિમાં સુરભી જ્યોતિ, મુનવ્વર ફારૂકી, શિવિન નારંગ, પ્રકૃતિ મિશ્રા, મદિરાક્ષી મંડુલે અને માન્યા સિંહ જેવા સેલેબ્સનાં નામ સામેલ હોવાનું બહાર આવ્યું છે.
બીજી તરફ શો વિશે વાત કરીએ તો આ વખતે શોમાં કંઈક એવું જોવા મળશે, જે દર્શકોએ છેલ્લા 15 વર્ષમાં ક્યારેય નહીં જોયું હોય. આ વખતે સિઝન 'નો રૂલ્સ કોન્સેપ્ટ' સાથે આવશે. આનો અર્થ એ છે કે સ્પર્ધકો પ્રતિબંધ વિના રમી શકશે અને તેમનો ગુસ્સો બહાર કાઢી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
