પત્ની નેહાના બર્થડે પર રોમેન્ટીક થયા પતિ અંગદ, લખી દિલની વાત
અંગદે પોતાની પત્નીના જન્મદિવસ પર તેની સાથે એક ફોટો શેર કરીને સુંદર સંદેશ લખ્યો.
અભિનેત્રી નેહા ધૂપિયા આજે પોતાના જન્મદિવસે પોતાના પતિ અંગદ બેદી અને દીકરી મહર સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. અંગદે પોતાની પત્નીના જન્મદિવસ પર તેની સાથેનો એક ફોટો શેર કરીને સુંદર સંદેશ લખ્યો. તેમણે પત્નીને ખભે લઈને સુંદર ફોટો શેર કર્યો અને લખ્યુ કે તે રોજ ભગવાનનો આભાર માને છે કે નેહા તેમના જીવનમાં આવી.

અંગદે લખ્યો આ પ્રેમાળ સંદેશ
અંગદે નેહાનો ફોટો સાથે લખ્યુ કે - ‘જન્મદિવસ મુબારક મારી પ્રેમિકા. હું રોજ ભગવાનનો આભાર માનુ છુ કે તેમણે તને મારા જીવનમાં મોકલી. તુ મારા માટે સૌથી પ્રેમાળ જગ્યા છે. વાહે ગુરુ મહર કરે !! મે એક માંગી પરંતુ મને તારા જેવી બે મળી. મહર તારો પડછાયો છે અને આશા રાખુ છુ કે તે મોટી થઈને તારા જેવી બને. તારુ સૌથી શાનદાર વર્ષ હોય. આ લવ યુ નેહા ધૂપિયા.'
|
નેહાના શોમાં પતિએ ખોલ્યા રાઝ
હાલમાં જ ‘નો ફિલ્ટર નેહા' શોમાં પતિ અંગદ બેદીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કરીને સહુને ચોંકાવી દીધા. ઈન્ટરવ્યુ દરમિયાન અંગદે જણાવ્યુ કે નેહા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ચૂકી હતી. સાથે તેમણે એ પણ કહ્યુ કે જ્યારે અંગદ અને નેહાએ આ વાત પોતાના ઘરવાળાને જણાવી તે ખૂબ નારાજ થયા. તેમણે આના માટે ખૂબ ગુસ્સો પણ કર્યો.

ગયા વર્ષે અંગદ અને નેહાએ કર્યા હતા લગ્ન
નેહા અને અંગદે ગયા વર્ષે લગ્ન કર્યા હતા અને બંનેને એક 9 મહિનાની દીકરી પણ છે. બંને એકબીજા માટે સુંદર પોસ્ટ શેર કરીને ઘણી વાર સમાચારોમાં છવાયેલા રહે છે. નેહાએ વેલેન્ટાઈન ડે પર અંગદ માટે ઈન્સ્ટાગ્રામ પર સુંદર પોસ્ટ લખી હતી જે ખૂબ વાયરલ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
