મણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવી તનુશ્રી, ‘તમારી હિંમતથી ડરે છે આ લોકો'
મી ટુ અભિયાન હેઠળ નાના પાટેકર પર આરોપ લગાવીને બોલિવુડમાં ભૂકંપ લાવનારી તનુશ્રી દત્તા હવે કંગના રનોતના સમર્થનમાં આગળ આવી ગઈ છે.
મી ટુ અભિયાન હેઠળ નાના પાટેકર પર આરોપ લગાવીને બોલિવુડમાં ભૂકંપ લાવનારી તનુશ્રી દત્તા હવે કંગના રનોતના સમર્થનમાં આગળ આવી ગઈ છે. વાસ્તવમાં મણિકર્ણિક વિવાદમાં તનુશ્રીએ કંગનાના સપોર્ટમાં અમુક વાતો કહી છે. કંગનાનો ફિલ્મના સહ-નિર્દેશક ક્રિશ સાથે વિવાદ થઈ ગયો હતો. આના પર તનુશ્રીએ કહ્યુ કે મોટા સ્ટાર્સ તેમનો સાથ નથી આપી રહ્યા કારણકે તે કંગનાના ટેલેન્ટથી ડરે છે.

શું બોલી તનુશ્રી દત્તા?
કંગનાના સમર્થનમાં લાંબુ નિવેદન જાહેર કર્યુ જેમાં તેમણે કહ્યુ કે, ‘કંગના રનોત એક એ ++ લિસ્ટર એક્ટ્રેસ છે. એક્સ્ટ્રા પ્લસ કેમ? એકસ્ટ્રા પ્લસ એટલા માટે કારણકે તે એકમાત્ર એવી મહિલા છે જેમણે કોઈના સમર્થન વિના અને એ-લિસ્ટ મેલ સ્ટાર્સની ભલામણ વિના પોતાનું મોટુ નામ કમાયુ છે. તેમની પાસે કોઈ હાઈ પ્રોફાઈલ સરનેમ પણ નથી. ના કોઈ એવો અવાસ્તવિક પાક-સાફ ચહેરો છે જેને અભિનેત્રીઓ ઓફ અને ઓન સ્ક્રીન પહેરેલી જોવા મળતી હોય છે.

બોલિવુડના ફ્રેટ બૉયઝને કર્યા બાજુમાં
તનુશ્રાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યુ કે આ ખરા અર્થમાં સફળતા છે. કંગના રનોતે બોલિવુડના અમુક ફ્રેટ બૉયઝના દબદબાને બાજુએ કરીને પોતાની સફળતાનો રસ્તો શોધી લીધો છે. તેમણે કહ્યુ કે કંગનાને ઈન્ડસ્ટ્રીમાં આજે એટલા માટે સપોર્ટ નથી મળી રહ્યો કારણકે બધા તેમના ટેલેન્ટ અ હિંમતથી ચિડાય છે.

અનુપમ ખેરે કંગના માટે કહી આ વાતો
એક ટ્વિટર યુઝરે અનુપમ ખેરને ટેગ કરીને લખ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કંગનાનો સાથે નથી આપી રહ્યુ શું તમે કંગના માટે એક ટ્વિટ કરશો. આના જવાબમાં અનુપમે લખ્યુ હતુ - કંગના એક રૉકસ્ટાર છે. તે બ્રિલિયન્ટ છે. હું તેમની હિંમત અને પર્ફોર્મન્સની પ્રશંસા કરુ છુ. તે મહિલા સશક્તિકરણનું અસલી ઉદાહરણ છે.

નાના પાટેકરના વિરોધમાં તનુશ્રીના સમર્થનમાં આવી હતી કંગના
જે રીતે આજે તનુશ્રી દત્તા કંગનાનું સમર્થન કરી રહી છે તે રીતે મી ટુ મામલે કંગનાએ પણ તનુશ્રીના સમર્થનમાં બોલ્યુ હતુ. જ્યારે તનુશ્રી નાના પાટેકર પર લગાવેલા આરોપો અંગે મી ટુની લડાઈ લડી રહી હતી ત્યારે કંગનાએ કહ્યુ હતુ કે આવા લોકોને સબક મળવો જરૂરી છે, જે પોતાની હરકતોથી બાઝ નથી આવતા. મણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવેલી તનુશ્રીએ કહ્યુ, ‘તમારી હિંમતથી ડરે છે આ લોકો.'












Click it and Unblock the Notifications
