તનુશ્રી હવે નાના પાટેકર વિરુદ્ધ મહારાષ્ટ્ર મહિલા આયોગ પાસે જશે

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં રોજ નવી અપડેટ આવી રહી છે. જ્યાં એક તરફ નાના પાટેકર પોતાની વાત પર અડગ રહ્યા છે કે તેમને કઈ જ નથી કર્યું

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં રોજ નવી અપડેટ આવી રહી છે. જ્યાં એક તરફ નાના પાટેકર પોતાની વાત પર અડગ રહ્યા છે કે તેમને કઈ જ નથી કર્યું તો બીજી બાજુ તનુશ્રી દત્તા પણ આ મામલે બિલકુલ પણ ઢીલાશ નથી છોડવા માંગતી મળતી. ખબર અનુસાર તનુશ્રી દત્તાએ મહારાષ્ટ્ર વુમન કમિશન પાસે જવાનો નિર્ણય કર્યો છે. આ મામલે તનુશ્રી દત્તા હાલમાં બિલકુલ પણ ચૂપ રહેવાના મૂડમાં નથી.

આ પણ વાંચો: તનુશ્રી અને નાના પાટેકર વિવાદ વચ્ચે સપનાએ પણ જણાવી પોતાની સાથે થયેલી ઘટના

હાલમાં જ નાના પાટેકરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ રાખી અને તનુશ્રીના આરોપને બિલકુલ ખોટા ગણાવ્યા. તેમણે 35 વર્ષના કેરિયરનો હવાલો આપતા એમ પણ કહ્યુ કે આજ સુધી મારી વિરુદ્ધમાં કોઈએ આવુ નથી કહ્યુ.

હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છે તનુશ્રી

હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છે તનુશ્રી

તનુશ્રી દત્તાએ 10 વર્ષ જુના મામલામાં મુંબઈ પોલીસના ઓશિવારા પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2008 દરમિયાન "હોર્ન ઓકે પ્લીઝ" ફિલ્મના સેટ પર નાના પાટેકર અને ગણેશ આચાર્યએ તેનું યૌનશોષણ કર્યું હતું. આ મામલે મીડિયા સાથે વાત કરતા તનુશ્રી દત્તાના વકીલે કહ્યું કે આ મામલે પોલીસે કોઈ એક્શન નહીં લીધું તો તેઓ હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છે. તનુશ્રી દત્તાએ 10 વર્ષ પહેલા જ યૌન ઉત્પીડન અંગે ખુલાસો કર્યો હતો પરંતુ તે સમયે કોઈએ પણ તેની વાત સાંભળી ના હતી.

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

તનુશ્રી દત્તાએ જણાવ્યુ કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. નાના પાટેકર તેનો હાથ પકડીને તેને ખેંચવા લાગતા હતા અને તેને ડાંસ શીખવાડવા લાગતા હતા. તનુશ્રીએ જણાવ્યુ કે નાના પાટેકરે મેકર્સ પાસે ગીતમાં એક ઈન્ટીમેટ સ્ટેપની પણ માંગ કરી હતી. તનુશ્રીના જણાવ્યા અનુસાર ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન હતો નહિ. તેણે એ પણ કહ્યુ કે પાટેકરે રાજકીય પક્ષ એમએનએસના કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી તેને ડરાવી હતી.

નાના પાટેકરે પણ નોટિસ મોકલી

નાના પાટેકરે પણ નોટિસ મોકલી

જ્યાં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ખુબ જ સંગીન આરોપ લગાવ્યા છે. ત્યાં જ નાના પાટેકરે આ બધા જ આરોપોનું ખંડન કર્યું છે. નાના પાટેકરે આ મામલે તનુશ્રી દત્તાને ખોટી ગણાવીને તેને નોટિસ મોકલી છે. એટલું જ નહીં પરંતુ વિવેક અગ્નિહોત્રી તરફથી પણ તનુશ્રી દત્તાને નોટિસ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X