ગ્રીન બોડિકોન ડ્રેસમાં તમન્ના ભાટીયાએ પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યુ, જુઓ ફોટો
લેક્મે ફેશન વીકમાં તમન્ના ફેશન ડિઝાઈનર રાણા ગિલના આઉટફિટમાં જોવા મળી હતી. આ ફોટોમાં તમન્ના હોલ્ટર નેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

બોલિવૂડની બિંદાસ્ત અભિનેત્રી તમન્ના ભાટીયા આ દિવસોમાં તેની ખૂબસૂરતીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તે ફરીથી ચર્ચામાં આવી છે. હાલમાં જ તમન્ના ભાટીયા લેક્મે ફેશન વીકમાં પહોંચી હતી. અહીં તે ગ્રીન બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. હવે તેનો આ લુક વાયરલ થઈ રહ્યો છે.

તમન્ના ભાટીયાનો લેટેસ્ટ લુક
હાલમાં જ તમન્ના ભાટીયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના આ લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. ફોટોમાં તમન્ના ભાટીયા ગ્રીન બોડી કોન ડ્રેસ જોવા મળી રહી છે. આ ડ્રેસ તમન્નાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

ગ્રીન બોડીકોન ડ્રેસમાં જોવા મળી
ગ્રીન બોડીકોન ડ્રેસમાં તમન્ના ભાટીયા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તમન્નાનું કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ફોટો લેક્મે ફેશન વીકના છે. અહીં તમન્ના રેમ્પ પર ઉતરી હતી.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી
લેક્મે ફેશન વીકમાં તમન્ના ફેશન ડિઝાઈનર રાણા ગિલના આઉટફિટમાં જોવા મળી હતી. આ ફોટોમાં તમન્ના હોલ્ટર નેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના ડ્રેસ અને ફિગર ફિદા થઈ રહ્યા છે.

તમન્ના કમાલની ખૂબસૂરત લાગી રહી છે
ફોટોમાં તમન્ના ઓપનમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે. જ્વેલરી અને હળવા મેકઅપ સાથે તમન્ના ભાટીયા અદ્ભુત લાગી રહી છે. ફેન્સને તેનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. ફોટો પર ફેન્સ લાઈકનો વરસાદ કરી રહ્યા છે.

તમન્ના આ દિવસોમાં તેના અફેરને લઈને ચર્ચામાં છે
ખૂબસૂરતી સાથે સાથે તમન્ના આ દિવસોમાં તેના અફેરને લઈને પણ ચર્ચામાં છે. ચર્ચા છે કે તે એક્ટર વિજય વર્માને ડેટ કરી રહી છે. જો કે તમન્નાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે અને અને માત્ર ફિલ્મ સાથે કરી રહ્યા હોવાનું કહ્યું છે.
તમન્ના લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળેશે
તમન્ના ભાટિયાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી છે. આ પછી તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે. ટૂંક સમયમાં તમન્ના લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળવાની છે.












Click it and Unblock the Notifications
