તારક મહેકા ફેમ સોઢી લાપત્તા, પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન માટે ખરાબ સમાચાર આવ્યા છે. તારક મહેતાની સ્ટાર કાસ્ટમાં ફેમસ રોશનસિંહ સોઢી એટલે કે ગુરૂચરણ સિંહ છેલ્લા 4 દિવસથી લાપત્તા થયા છે.
રોશન સિંહ સોઢીનું પાત્ર ગુરુચરણ સિંહે ભજવ્યું હતું પરંતુ પછીથી આ પાત્ર બલવિંદર સિંહ સૂરીએ ભજવ્યું. એવા સમાચાર છે કે ગુરુચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગુમ છે.

એક્ટર ગુરુચરણ સિંહે પોતાના સોઢી અવતારથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. લોકો તેને આ નામથી બોલાવતા હતા અને હવે તેના ગુમ થવાના સમાચારથી તેના ચાહકો ખૂબ જ નારાજ છે.
અહેવાલો અનુસાર, ગુરુચરણ સિંહની નજીકની મિત્ર મિસ સોનીએ જણાવ્યું છે કે ગુરુચરણ 24 એપ્રિલથી ગુમ છે. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. મિસ સોનીએ બધા સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરી પરંતુ તેમના વિશે કોઈ સમાચાર મળ્યા નથી. મિસ સોનીએ પોતે મીડિયાને આ સમાચારની પુષ્ટિ કરી છે.
ગુરુચરણ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેની છેલ્લી પોસ્ટ માત્ર 4 દિવસ પહેલાની હતી, જેમાં તે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. આ તસવીરમાં પણ તે ખુશખુશાલ મૂડમાં છે અને તે અવારનવાર ખુશીના વીડિયો શેર કરે છે.
ANI અનુસાર, દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ગુરુચરણ સિંહના પિતાનું કહેવું છે કે 22 એપ્રિલે ગુરુચરણ દિલ્હીથી મુંબઈ પરત ઘરે જઈ રહ્યા હતા. આજે 26મી એપ્રિલ છે અને હજુ સુધી તેઓ ન તો મુંબઈ પહોંચ્યા છે અને ન તો દિલ્હી પાછા આવ્યા છે. ન તો તેનો ફોન કામ કરી રહ્યો છે અને ન તો તેના તરફથી કોઈ સમાચાર મળી રહ્યા છે. અમે અભિનેતાના પિતા તરફથી ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ શો શરૂ થયો ત્યારથી જ તેની સાથે જોડાયેલા હતા. બાદમાં જ્યારે ગુરુચરણ સિંહને શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેના પિતા ખૂબ જ બીમાર છે અને તે બધો સમય તેમની સાથે વિતાવવા માંગે છે, તેથી તેમણે શો છોડવો પડ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
