Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્વરા ભાસ્કરે કોર્ટ મેરેજ પછી હવે ધામધૂમથી રીતિ-રિવાજ સાથે ફહાદ સાથે કર્યા લગ્ન, કરી ખૂબ મસ્તી, જુઓ Video

બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફહાદ અહેમદ સાથે 13 માર્ચ, 2023ના રોજ તેમની પરંપરાઓ મુજબ લગ્ન કર્યા. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

swara

Swara Bhasker Fahad Ahmad Wedding: બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ પછી હવે રીત-રિવાજ સાથે પણ લગ્ન કરી લીધા છે. સ્વરા ભાસ્કરના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાઓમાં ફહાદ સાથે તેની જોડી પરફેક્ટ લાગી રહી છે.

swara

તમને જણાવી દઈએ કે સ્વરા અને ફહાદે 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી 13 માર્ચ, 2023ના રોજ તેમની પરંપરાઓ મુજબ લગ્ન કર્યા. લગ્ન ઉત્સવની શરૂઆત 12 માર્ચ 2023ના રોજ તેમના આનંદથી ભરપૂર હલ્દી સમારોહ સાથે થઈ, ત્યારબાદ મહેંદી અને સંગીત સમારંભો યોજાયા.

13 માર્ચ 2023ના રોજ સ્વરા ભાસ્કરે તેના ઇન્સ્ટા હેન્ડલ પર તેના જીવનના પ્રેમ, ફહાદ અહેમદ સાથે તેના લગ્નની કેટલીક તસવીરો ફરીથી પોસ્ટ કરી. તસવીરોમાં અભિનેત્રી તેલુગુ દુલ્હનના પોશાકમાં મંત્રમુગ્ધ દેખાતી હતી. તેણે મંદિર આભૂષણો સાથે લાલ સાડી પહેરી હતી, જેમાં નેકપીસ, મેચિંગ એરિંગ્સ, સ્લીક નથ, માથા પેટી, માંગ ટીક્કા અને લાલ બંગડીઓ હતી.

એક સરળ બન હેરડાઈ, ડિફાઈન્ડ આઈબ્રો, કોહલ-રિમ્ડ આંખો, ન્યૂડ લિપસ્ટિક અને અનન્ય રીતે ડિઝાઇન કરેલી બિંદીએ તેનો દેખાવ પૂર્ણ કર્યો.

આ સાથે તેના ચહેરા પર દુલ્હનની ચમક પણ સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ ફહાદે પટ્ટાવાળા સફેદ કુર્તા અને ગોલ્ડન નેહરુ જેકેટ પહેર્યુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X