સની લિયોન પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, જાણો શું છે મામલો

સની લિયોનની નવુ ગીત 'મધુબન' બુધવારે રિલીઝ કરવામાં આવ્યુ છે. રિલીઝ થયાના અમુક કલાક બાદ જ તે વિવાદોમાં આવી ગયુ છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સની લિયોનની નવુ ગીત 'મધુબન' બુધવારે રિલીઝ કરવામાં આવ્યુ છે. રિલીઝ થયાના અમુક કલાક બાદ જ તે વિવાદોમાં આવી ગયુ છે. આ ગીતમાં 'મધુબન મે રાધિકા નાચે' પર સની લિયોન બોલ્ડ ડાંસ કરતી જોવા મળી રહી છે જે સોશિયલ મીડિયા યુઝર્સને ગમ્યુ નથી. આ ગીતને લઈને મોટી સંખ્યામાં સોશિયલ યુઝર્સે નારાજગી વ્યક્ત કરીને તેને હિંદુ દેવી દેવતાઓનુ અપમાન અને હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડનારુ ગણાવ્યુ છે.

શું છે આ ગીતમાં

શું છે આ ગીતમાં

બુધવારે 22 ડિસેમ્બરે સનીનુ આ ગીત યુટ્યુબ પર રિલીઝ થયુ તો તેણે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ તેની લિંક શેર કરી. ધીમે-ધીમે આ ગીત વાયરલ થવા લાગ્યુ. અમુક લોકોને સનીનો ડાંસ ગમ્યો જ્યારે ઘણા લોકોએ ગીતના બોલ અને તેમાં સનીના ડાંસને લઈને સવાલ ઉભા કર્યા. ઘણા લોકોએ તો યુટ્યુબ પરથી ગીત હટાવવા અને સની પાસે માફી મંગાવવા સુધીની માંગ કરી છે.

શું કહી રહ્યા છે યુઝર્સ

શું કહી રહ્યા છે યુઝર્સ

સની લિયોનના આ ગીત અને ડાંસને લઈને ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર પર હજારો લોકો કમેન્ટ કરીને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. યુઝર્સનુ કહેવુ છે કે ગીતના બોલ અને આના પર આ પ્રકારનો ડાંસ શરમજનક છે. આ હિંદુ ધર્મ અને રાધાને નીચુ બતાવવા જેવુ છે. એક યુઝરે લખ્યુ કે આ પ્રકારની હરકતોએ હિંદુ ધર્મની મજાક બનાવી દીધી છે. વધુ એક યુઝરે લખ્યુ કે આનાથી તમે રાધાને ખોટી રીતે લોકો સામે રજૂ કરી રહ્યા છો. યુઝરે લખ્યુ, રાધા ડાંસર નહિ ભક્ત હતી અને મધુબન કોઈ અશ્લીલ નૃત્ય નહિ પરંતુ મહાન જગ્યા હતી. એક યુઝરે લખ્યુ, આ બકવાસ ગીત સીધે-સીધુ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો વધુ એક પ્રયાસ છે.

જૂના ગીતને કર્યુ રીમિક્સ

જૂના ગીતને કર્યુ રીમિક્સ

મધુબન મે રાધિકા નાચે ગીત 1960માં આવેલી ફિલ્મ કોહિનૂરનુ છે જેને મોહમ્મદ રફીએ ગાયુ હતુ. એ ગીતના બોલને લઈને આ ગીત રીમિક્સ કરવામાં આવ્યુ છે. જો કે આ જૂના ગીતથી એકદમ અલગ છે. સની લિયોન પર ફિલ્માવવામાં આવેલ મધુબન ગીતને સારેગામા મ્યૂઝિકે યુટ્યુબ પર રિલીઝ કર્યુ છે. ગીતને કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ અવાજ આપ્યો છે. તેને ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યુ છે.

ઘણી વાર ચર્ચામાં રહે છે સની

સની લિયોન પૉર્ન ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રી રહી છે. પૉર્ન ફિલ્મો છોડીને તે ભારત આવી હતી અને અહીં બિગ બૉસમાં તેણે એન્ટ્રી લીધી હતી. બિગ બૉસ બાદ તેણે જિસ્મ 2 માટે કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મથી સની લિયોનને ખૂબ જ ફેમ મળી હતી. જિસ્મ 2ના સમયથી જ સની કોઈને કોઈ રીતે વિવાદોનો હિસ્સો પણ બનતી રહી છે. સની ફિલ્મો સાથે-સાથે ટીવી પર પણ દેખાતી રહે છે. હાલમાં જ તે વન માઈક સ્ટેન્ડમાં સ્ટેન્ડ અપ કૉમેડી કરતી જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X