શાહરુખની દીકરી સુહાનાની પહેલી શૉર્ટ ફિલ્મ રિલીઝ, લોકોએ કહ્યુ Born Star
સુહાનાની પહેલી શૉર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યુ' રિલીઝ થઈ ગઈ છે જેમાં સુહાનાના લુક અને એક્ટિંગની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.
હિંદી સિનેમાના બાદશાહ ખાન શાહરુખની લાડકી દીકરી સુહાના ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રીની વાતો લાંબા સમયથી ચાલી રહી છે, લોકોએ ઘણી અટકળો પણ આ વિશે લગાવી છે પરંતુ હવે તેમની વાતો સાચી થઈ છે કારણકે સુહાના ખાને એક શૉર્ટ ફિલ્મ દ્વારા એક્ટિંગની દુનિયામાં પગરણ માંડ્યા છે. હા, સુહાનાની પહેલી શૉર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યુ' રિલીઝ થઈ ગઈ છે જેમાં સુહાનાના લુક અને એક્ટિંગની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.

શૉર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટી ઑફ બ્લુ' રિલીઝ
પોતાની દસ મિનિટની શૉર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટી ઑફ બ્લુ'માં સુહાનાએ પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. લોકોએ તેની પ્રશંસામાં લખ્યુ છે કે ફિલ્મ જોઈને લાગે છે કે સુહાના એક ઉત્કૃષ્ટ કલાકારની દીકરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની કહાની એક યંગ કપલની આસપાસ ફરે છે કે જે રિલેશનશિપની મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે. ફિલ્મ અંગ્રેજીમાં છે અને ઑનલાઈન રિલીઝ થઈ છે. આ શૉર્ટ ફિલ્મને થિયોડર ગિમેનોએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સુહાના ઉપરાંત રોબિન ગોનેલા લીડ ભૂમિકામાં છે.

સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિત છે સુહાના ખાન
ઉલ્લેખનીય છે કે સુહાના ખાન ઈન્ટરનેટ પર ઘણી ચર્ચિત હસ્તીઓમાંની એક છે. તે એ સ્ટાર કિડ્ઝમાં શામેલ છે જેની પ્રશંસા લોકો કરતા થાકતા નથી. સુહાનાએ વિદેશમાં અભ્યાસ કર્યો છે અને તેણે એક્ટિંગના ગુણ પણ ન્યૂયોર્ક એકડેમીમાંથી શીખ્યા છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર દોસ્તો સાથે શેર કરાયેલા સુહાનાના ફોટાએ સૌનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ હતુ.

દોસ્તીનો મતલબ છે કે જો કોઈ તમારી જિંદગી...
ફોટોમા સુહાના ઘણી સહેલીઓ સાથે સેલ્ફી લેતી દેખાઈ રહી હતી, જેનુ કેપ્શન હતુ - દોસ્તીનો અર્થ છે કે જો કોઈ તમારી જિંદગીમાં આવે અને પછી ક્યારેય તમારો સાથ ના છોડે. સુહાના શાહરુખ અને ગૌરીની બહુ લાડકી દીકરી છે. સુહાનાના બે ભાઈ આર્યન અને અબરામ છે. થોડા સમય પહેલા કિંગ ખાને કહ્યુ હતુ કે તેમની દીકરી એક્ટ્રેસ બનવાની ઈચ્છા ધરાવે છે તો મે એને એ જ કહ્યુ કે બન, હું તને સપોર્ટ કરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
