Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લંડનના નાઈટ ક્લબમાં દેખાયો સુહાના ખાનનો સ્ટાઈલિશ અંદાજ

સુહાનાની કોઈ તસવીર આવે કે તરત જ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. જેવી રીતે સુહાનાની આ તસવીરો વાઈરલ થઈ ગઈ છે.

શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ભલે બોલિવુડથી દૂર વિદેશમાં અભ્યાસ કરી રહી હોય પરંતુ તેની ફેન ફોલોઈંગ રોજેરોજ વધતી જ જાય છે. જેવી સુહાનાની કોઈ તસવીર આવે કે તરત જ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. જેવી રીતે સુહાનાની આ તસવીર વાઈરલ થઈ ગઈ છે. હાલમાં જ સુહાનાનો એક ફોટો તેની મમ્મી ગૌરી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. બસ પછી શું હતુ જોત જોતામાં સુહાનાનો આ ફોટો વાઈરલ થઈ ગયો.

લંડનના ક્લબથી સુહાનાનો ફોટો વાઈરલ

લંડનના ક્લબથી સુહાનાનો ફોટો વાઈરલ

સુહાના ખાન બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્ઝમાંની એક છે. તેની મમ્મી ગૌરી ખાન હંમેશા સુહાનાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ ગૌરી ખાને એક નાઈટ ક્લબનો સુહાનાનો ફોટ શેર કર્યો જેમાં તેનો સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં સુહાના ખાન સાથે ગૌરીની સારી દોસ્ત કાજલ આનંદ પણ જોવા મળી રહી છે અને સાથે એક મહિલા પણ ઉભી છે.

આ કારણે પણ ચર્ચામાં રહી હતી સુહાના

આ કારણે પણ ચર્ચામાં રહી હતી સુહાના

આ ફોટો લંડનના એક નાઈટ ક્લબનો છે જ્યાં સુહાના શોર્ટ્સ, લેધર જેકેટ અને લોન્દ બુટ્સમાં જોવા મળી. સુહાના ખાન હાલમાં જ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેનું નામ પપ્પા શાહરુખની આઈપીએલ ટીમ કેકેઆરના એક ખેલાડી સાથે જોડાયુ હતુ. ચર્ચા એ હતી કે સુહાનાનું દિલ કેકેઆરના ખેલાડી શુભમન ગિલ પર આવી ગયુ છે અને તે ઘણા સારા દોસ્ત પણ લાગે છે.

મેચ બાદ બંને કરતા હતા ખૂબ વાતો

મેચ બાદ બંને કરતા હતા ખૂબ વાતો

સમાચાર તો ત્યાં સુધી આવ્યા હતા કે મેચો બાદ સુહાના અને શુભમન ખૂબ વાતો પણ કરતા જોવા મળ્યા હતા. હવે જો આ વાત સાચી હોય તો પપ્પા શાહરુખનું રિએક્શન આના પર જોવાલાયક હશે. સુહાનાની વાત કરીએ તો તે હાલમાં વિદેશમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. હાલમાં જ 22 મે ના રોજ તે પોતાનો જન્મદિન મનાવવા ભારત આવી હતી. સુહાના બોલિવુડમાં જવા ઈચ્છે છે પરંતુ શાહરુખે સ્પષ્ટ કહી દીધુ છે કે તેમના બાળકો સૌથી પહેલા અભ્યાસ પૂરો કરશે બાદમાં ફિલ્મોમાં પગ મુકશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X