'ધ આર્ચીઝ'ની પાર્ટીમાં સુહાના ખાન અને ખુશી કપૂરે મહેફીલ લૂંટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

પાર્ટીમાં સુહાના ખાન અને ખુશી કપૂરના અંદાજે મહેફિલ લૂટી લીધી હતી. બન્ને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

મોસ્ટ પોલ્યુલર સ્ટાર કિડ્સ માં સામેલ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપુરે ધ આર્ચીઝની પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. હવે તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ધ આર્ચીઝનું શુટીંગ પુરૂ થઈ ગયુ છે અને હવે ફિલ્મથી ખુશી કપૂર અને સુહાના ખાન ડેબ્યૂ કરવા જઈ રહી છે ત્યારે સતત તેની ચર્ચા થઈ રહી છે. પાર્ટીમાં તમામ સ્ટાર કાસ્ટ વચ્ચે ખુશી અને સુહાના મહેફિલ લૂંટતી જોવા મળી હતી. હવે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ખુશી કપૂર બોલ્ડ અંદાજમાં જોવા મળી

ખુશી કપૂર બોલ્ડ અંદાજમાં જોવા મળી

પાર્ટીમાં ખુશી કપુર બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. ખુશી કપુરનો લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.

સુહાના અને ખુશી પોઝ આપતી જોવા મળી

સુહાના અને ખુશી પોઝ આપતી જોવા મળી

વાયરલ ફોટોમાં ખુશી કપૂર તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન સાથે જોવા મળી હતી. અહીં બન્નેએ સાથે પોઝ આપ્યા હતા. સુહાના અને ખુશી કપૂરની જોડી સોશિયલ મીડયા પર છવાઈ ગઈ છે.

સુહાના ગ્લેમરસ અંદાજમાં પાર્ટીમાં પહોંચી

સુહાના ગ્લેમરસ અંદાજમાં પાર્ટીમાં પહોંચી

સુહાના ખાન પાર્ટીમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. પાર્ટીમાં સુહાના અગસ્ત્ય નંદા સાથે પહોંચી હતી. બન્ને એક જ કારમાં પણ જોવા મળ્યા હતા.

સુહાના અને અગત્સ્ય એક જ કારમાં આવ્યા

સુહાના અને અગત્સ્ય એક જ કારમાં આવ્યા

પાર્ટીમાં અગસ્ત્ય નંદા પણ છવાયો હતો. તેનો પાર્ટી લુક વાયરલ થઈ રહ્યો છે. અગસ્ત્ય નંદા પાર્ટીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો અને માસ્ક પહેરી પાર્ટીમાં એન્ટર થયો હતો.

સુહાના ખાનનો લુક વાયરલ થઈ રહ્યો છે

સુહાના ખાનનો લુક વાયરલ થઈ રહ્યો છે

પાર્ટીમાં સુહાના ખાન છવાઈ ગઈ હતી. શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાન કમાલની ખુબસુરત લાગી રહી હતી. સુહાનાના લુકે ફેન્સને ઘાયલ કર્યા હતા.

સુહાના અને ખુશી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે

સુહાના અને ખુશી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે

અહીં તમને જણાવી દઈએ કે, સુહાના ખાન ખુશી કપૂર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. બંનેની આ ડેબ્યુ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આ ફિલ્મ જોયા અખ્તરે ડિરેક્ટ કરી છે

આ ફિલ્મ જોયા અખ્તરે ડિરેક્ટ કરી છે

આ ફિલ્મને જોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. જોયા અખ્તર પણ પાર્ટીમાં પહોંચી હતી. તેનો અંદાજ પણ સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે.

ફિલ્મનું શુટિંગ પુરૂ થઈ ગયુ છે

ફિલ્મનું શુટિંગ પુરૂ થઈ ગયુ છે

પાર્ટીમાં તમામ સ્ટાર ચીલ મોડમાં જોવા મળ્યા હતા. ફોટોમાં તમામ સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે અને શુટિંગ પુરૂ થવાના આંનંદમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરાશે

ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરાશે

અહીં એક વાત નોંધપાત્ર છે કે સુહાના ખાન અને ખુશી કપુરની ફિલ્મ ધ આર્ચીઝ સિનેમાધરોમાં નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X