Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RRRની સફળતાથી ખૂબ ખુશ છે રામ ચરણ, ફિલ્મ ક્રૂ મેમ્બર્સને આપ્યા સોનાના સિક્કા

RRRની સક્સેસની ખુશીમાં એક્ટર રામ ચરણે RRR યુનિટના લોકોને સોનાના સિક્કા ભેટ આપ્યા છે.

હૈદરાબાદઃ ડાયેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બૉક્સ ઑફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ રહી છે. જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી સફળતાના ઝંડા ફરકાવી રહી છે. ફિલ્મને એક તરફ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે ત્યાં બીજી તરફ ફિલ્મની સક્સેસની ખુશીમાં એક્ટર રામ ચરણે RRR યુનિટના લોકોને લગભગ 18 લાખ રૂપિયાના સોનાના સિક્કા ગિફ્ટ તરીકે આપ્યા છે જેના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

35 યુનિટના સભ્યોને આપી ગિફ્ટ

35 યુનિટના સભ્યોને આપી ગિફ્ટ

ફિલ્મ RRRએ બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાલ કરીને ઘણા રેકૉર્ડ તોડી દીધા છે. ફિલ્મે 10માં દિવસે વર્લ્ડ વાઈડ 900 કરોડની કમાણી રી છે. એવામાં કેમેરાની પાછળનુ કામ કરતા લોકોની મહેનતને માનીને રામ ચરણે આરઆરઆરના લગભગ 35 યુનિટના સભ્યોને સોનાના સિક્કા ગિફ્ટ તરીકે આપ્યા છે.

રામ ચરણે આપ્યા સોનાના સિક્કા

રામ ચરણે આપ્યા સોનાના સિક્કા

એવુ લાગી રહ્યુ છે કે તેલુગુ સ્ટાર રામ ચરણ પોતાની ફિલ્મોની સફળતાની ઉજવણી ક્રૂ મેમ્બર્સ સાથે પણ મનાવવામાં વિશ્વાસ રાખે છે કારણકે તેમણે એસએસ રાજામૌલીની ફિલ્મના ટેકનિશિયનો સાથે કંઈક એવુ કર્યુ છે જે ફેન્સના દિલોમાં ઘર કરી ગયુ. કેમેરા પાછળ કામ કરતા આરઆરઆરના લગભગ 35 યુનિટના સભ્યોને રામચરણે સોનાના સિક્કા ગિફ્ટ તરીકે આપ્યા છે.

55થી 60 હજાર છે સિક્કાની કિંમત

55થી 60 હજાર છે સિક્કાની કિંમત

મીડિયા રિપોર્ટ મુજબ એક્ટરે પહેલા ક્રૂ મેમ્બર્સને હૈદરાબાદમાં પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા અને પછી તેમને મિઠાઈ અને 11.6 ગ્રામ(લગભગ 55,000-60,000 રૂપિયા મૂલ્ય)નો એક સોનાનો સિક્કો ભેટ આપીને તેમનો આભાર માન્યો. ટેકનિશિયનોમાં ડાયરેક્શન અને કેમેરા જેવા ફિલ્મ મેકિંગ ડિપાર્ટમેન્ટના લોકો સાથે પ્રોડક્શન મેનેજર, સ્ટિલ ફોટોગ્રાફર, અકાઉન્ટન્ટ અને અન્ય પણ હતા.

સિક્કા પર લખ્યુ રામ ચરણનુ નામ

સિક્કા પર લખ્યુ રામ ચરણનુ નામ

ગિફ્ટ કરાયેલા સોનાના આ સિક્કાઓ પર એક તરફ RRRનો સાઈનનો લોગો બનેલો છે જ્યારે બીજી તરફ રામ ચરણનુ નામ લખ્યુ છે. તમને જણાવી દઈએ કે પોતાના બીજા સપ્તાહમાં ચાલી રહેલી ફિલ્મ દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાને પાર કરવા તરફ આગળ વધી રહી છે. RRRમાં જૂનિયર એનટીઆર અને રામ ચરણ ઉપરાંત રે સ્ટીવન્સન, એલિસન ડૂડી અને ઓલિવિયા મૉરિસ પણ છે અને અજય દેવગણ અને આલિયા ભટ્ટ કેમિયો રોલમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X