સોનાક્ષી સિન્હાએ બાંદ્રામાં દરિયા સામે ખરીદ્યુ નવુ અપાર્ટમેન્ટ, કિંમત જાણીને ચોંકી જશો
Sonakshi Sinha New Apartment: બૉલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય છે. સમાચાર છે કે સોનાક્ષી સિન્હાએ નવુ એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. તેણે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગના 26માં માળે પોતાનું નવું ઘર લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા એપાર્ટમેન્ટની કિંમત લગભગ 11 કરોડ રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા સોનાક્ષી સિન્હાએ આ વર્ષે મે મહિનામાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યુ હતુ અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે તેણે બીજું નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિંહાના આ નવા 'સી-ફેસિંગ' એપાર્ટમેન્ટનો કુલ વિસ્તાર 4 હજાર 200 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ નવું ઘર બાંદ્રા વેસ્ટ, બાંદ્રા રિક્લેમેશનમાં રંગ શારદા ઓડિટોરિયમ પાસે 81 ઓર્ટે ખાતે આવેલું છે.
પ્રોજેક્ટ પ્રમોટર્સ પિરામિડ ડેવલપર્સ અને સોનાક્ષી સિંહાની માતા પૂનમ સિંહા વચ્ચે 29 ઓગસ્ટ, 2023ના રોજ થયેલા રજિસ્ટર્ડ વેચાણ કરાર અનુસાર, આ નવું એપાર્ટમેન્ટ બાંદ્રાના KC રોડ પર બિલ્ડિંગના ઉપરના માળે આવેલું છે. સોનાક્ષી સિંહાએ આ નવા એપાર્ટમેન્ટ માટે રૂ. 55 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.
સોનાક્ષી સિંહાના આ નવા એપાર્ટમેન્ટનો લોબી એરિયા 348.43 સ્ક્વેર ફૂટ છે. ઉપરાંત આ એપાર્ટમેન્ટમાં સર્વન્ટ ટોયલેટ અને એર હેન્ડલિંગ યુનિટ માટે જગ્યા પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વધારાના વિસ્તારમાં 1,653.67 ચોરસ ફૂટની ટેરેસ પણ છે જેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે.
આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 4210.87 ચોરસ ફૂટ છે. તેમજ ચાર કાર પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ છે. સોનાક્ષી સિંહાના આ નવા એપાર્ટમેન્ટમાંથી માહિમ ખાડી અને બાંદ્રા-વરલી સી લિંકનો નજારો અદભૂત છે.
સોનાક્ષી સિન્હા છેલ્લે ફિલ્મ 'ડબલ એક્સએલ'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે હોરર-કોમેડી ફિલ્મ 'કાકુડા'માં જોવા મળશે. અભિનેત્રીની આગામી ફિલ્મ 'નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નું પોસ્ટ પ્રોડક્શન કામ હાલમાં ચાલી રહ્યું છે. સોનાક્ષી સિન્હા ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં પણ જોવા મળશે. અહેવાલ છે કે આ દિવસોમાં સોનાક્ષી સિન્હા એક્ટર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
