રાનૂ મંડલ પર બનશે બાયોપિક, આ દિગ્ગજ અભિનેત્રીને ઑફર થયો રોલ
સમાચાર આવી રહ્યા છે કે રાનૂ મંડલના જીવનપર ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે. રાનૂની બાયોપિક માટે આ દિગ્ગજ અભિનેત્રીને ફાઈનલ કરવામાં આવી છે.
ક્યારેક રેલવે સ્ટેશન પર ગીત ગઈને પોતાનુ ગુજરાન ચલાવનાર રાનૂ મંડલ આજે કોઈના પરિચયની મોહતાજ નથી. પોતાના એક ગીતના કારણે સિંગિંગ સેન્સેશન બનીને ઉભરેલી રાનૂઅ રિયાલિટી શોમાં ગીત ગાયા બાદ હવે ફિલ્મોમાં પણ એન્ટ્રી કરી લીધી છે. તેનુ ગીત તેરી મેરી કહાની રિલીઝ થવા સાથે ઝડપથી વાયરલ થઈ ગયુ. આ સોન્ગ હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનુ છે જેમાં તેમની સાથે હિમેસે પણ અવાજ આપ્યો છે. વળી, તેમનુ બીજુ એક ગીત પણ રિલીઝ થવાનુ છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે રાનૂ મંડલના જીવનપર ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે. રાનૂની બાયોપિક માટે આ દિગ્ગજ અભિનેત્રીને ફાઈનલ કરવામાં આવી છે.

હવે મોટા પડદે જોવા મળશે રાનૂની જિંદગીની કહાની
લતા મંગેશકરના ગીત ઈક પ્યારકા નગમા હે...ગઈને રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ જનાર સિંગિંગ સેન્સેશન રાનૂ મંડલની બાયોપિક જલ્દી મોટા પડદે જોવા મળશે, ફિલ્મ નિર્માતા ઋષિકેશ મંડલે તેના પર એક બાયોપિક બનાવવાની યોજના પર કામ શરૂ કરી દીધુ. પત્રકારમાંથી ફિલ્મમેકર બનેલા ઋષિકેશ મંડલ ફિલ્મનુ નિર્દેશન કરશે. ફિલ્મમાં રાનૂ મંડલની પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશનથી બોલિવુડ ફિલ્મો સુધી પહોંચવાની આખી સફર દર્શાવવામાં આવશે.

સુદીપ્તા ચક્રવર્તીને ઑફર થયો રાનૂ મંડલનો રોલ
રાનૂ મંડલ પર બનવા જઈ રહેલી બાયોપિકમાં રાષ્ટ્રીય અવૉર્ડથી સમ્માનિત સુદીપ્તા ચક્રવર્તી તેમની ભૂમિકા નિભાવતી જોવા મળી શકે છે. ઋષિકેશ મંડલે ફિલ્મ વિશે જણાવ્યુ કે સુદીપ્તા ચક્રવર્તીને રાનૂ મંડલના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યુ છે. જો કે તેમણે હજુ સુધી આના માટે હામી ભરી નથી. મને લાગે છે કે જો કોઈ રાનૂ મંડલની ભૂમિકાને ખૂબ યોગ્ય રીતે નિભાવી શકે છે તો તે સુદીપ્તા ચક્રવર્તી છે. તે એક જાણીતી અભિનેત્રી છે.

સુદીપ્તાએ જણાવ્યુ, હું સ્ક્રિપ્ટ વાંચીશ ત્યારબાદ નિર્ણય લઈશ
બીજી તરફ રાનૂ મંડલની બાયોપિકમાં રોલ વિશે ખુદ સુદીપ્તા ચક્રવર્તીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યુમા સુદીપ્તાએ જણાવ્યુ કે તેને રાનૂ મંડલ પર બની રહેલી ફિલ્મ ઓફર થઈ છે. જો કે તેણે હજુ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ મળી નથી. તેમણે આગળ જણાવ્યુ કે મે આ નિર્ણય કર્યો છે કે પહેલા હું સ્ક્રિપ્ટ વાંચીશ ત્યારબાદ જ આ ભૂમિકાને નિભાવવા અંગે નિર્ણય કરીશ.

રાનૂની બાયોપિક પર ઋષિકેશ મંડલ કરી રહ્યા કામ
ખુદ ઋષિકેશ મંડલની માનીએ તો રાનૂની જિંદગી વિશે દરેક જણ જાણવા ઈચ્છે છે. આ જ કારણ છે કે રાતોરાત સોશિયલ મીડિયાએ તેમને ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધા. આ જ કારણ છે કે તે તેમના જીવનના સંઘર્ષને પડદા પર બતાવવા ઈચ્છે છે. સાથે જ તેને લાગે છે કે રાનૂ મંડલના જીવન પર ફિલ્મ બનાવવાનો આ યોગ્ય સમય છે કારણકે લોકો તેમના જીવન વિશે જાણવા ઈચ્છે છે. હાલમાં રાહ છે અભિનેત્રી સુદીપ્તા ચક્રવર્તીની હાની, જો તે ફિલ્મ માટે તૈયાર થઈ જાય તો જલ્દી ફિલ્મની બાકી કાસ્ટિંગ પણ ફાઈનલ કરી દેવામાં આવશે. વળી, માનવામાં એ પણ આવી રહ્યુ છે કે ઓક્ટોબર મહિનાથી ફિલ્મનુ શૂટિંગ શરૂ થઈ જશે.












Click it and Unblock the Notifications
