શ્રેયા ઘોષાલ અને ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ વચ્ચે શું છે કનેક્શન, 11 વર્ષ પહેલાની વાતનો થયો ખુલાસો
પરાગ અગ્રવાલ ટ્ટવિટરના નવા સીઈઓ બનતા જ તેમના અને બૉલિવુડની સિંગર શ્રેયા ઘોષાલ સાથે તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. પરાગ અગ્રવાલ એક આઈઆઈટી બૉમ્બે અને સ્ટેનફૉર્ડના પૂર્વ છાત્ર છે. પરાગ અગ્રવાલ એક દશક પહેલા ટ્વિટ સાથે જોડાયા હતા જ્યારે 1000થી ઓછા કર્મચારી હતા. પરાગ અગ્રવાલ ટ્ટવિટરના નવા સીઈઓ બનતા જ તેમના અને બૉલિવુડની સિંગર શ્રેયા ઘોષાણ સાથે તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરાગ અગ્રવાલ સીઈઓ બનતા શ્રેયા ઘોષાલે તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયા ઘોષાલ અને પરાગ બાળપણના દોસ્ત છે. પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલનુ ઘણા વર્ષો જૂનુ ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે પરાગ અગ્રવાલ વર્ષ 2011થી ટ્વિટર સાથે કામ કરી રહ્યા છે. વર્ષ 2017થી પરાગ અગ્રવાલ ટ્વિટરના સીટીઓ છે.

શ્રેયા ઘોષાલે કહ્યુ - પરાગ તારા પર મને ગર્વ છે
શ્રેયા ઘોષાલે પરાગ અગ્રવાલના સીઈઓ બનતા જ સોમવારે(29 નવેમ્બર)ના રોજ સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા. શ્રેયા ઘોષાલે ટ્વિટ કર્યુ, 'અભિનંદન! પરાગ, તારા પર મને ગર્વ છે!! અમારા માટે આજે મોટો દિવસ, આ સમાચારની અમે ઉજવણી કરી રહ્યા છે.' શ્રેયા ઘોષાલના ટ્વિટ બાદ તરત જ પ્રશંસકોએ સિંગર અને પરાગ અગ્રવાલના જૂના ફોટા અને વાતચીતના સ્ક્રીનશૉટ શેર કર્યા છે.

2010માં શ્રેયા ઘોષાલે પરાગ અગ્રવાલ માટે કર્યુ હતુ આ ખાસ ટ્વિટ
શ્રેયા ઘોષાલે વર્ષ 2010માં પરાગ અગ્રવાલ વિશે એક ટ્વિટ કર્યુ હતુ. એક જૂના ટ્વિટમાં ઘોષાલે અગ્રવાલને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. શ્રેયા ઘોષાલે ટ્વિટ કરીને લખ્યુ હતુ, 'મને બીજો એક બાળપણનો દોસ્ત મળ્યો છે. જે ખાવાનો શોખીન અને ટ્રાવેલર પણ છે. તે એક સ્ટેનફૉર્ડ સ્કૉલર! પરાગને ફૉલો કરો. કાલે તેમને બર્થડે હતો. તેમને વિશ કરો.'

શ્રેયાના પતિના પણ દોસ્ત છે પરાગ અગ્રવાલ
ત્યારબાદ પરાગે શ્રેયા ઘોષાલને ટ્વિટર પર રિપ્લાઈ આપીને લખ્યુ કે, 'શ્રેયા ઘોષાલ તમે ઘણા પ્રભાવશાળી વ્યક્તિ છો. ઘણા ટ્વિટર મેસેજ આવી રહ્યા છે.' આ ઉપરાંત પરાગે સોશિયલ મીડિયા પર શ્રેયા ઘોષાલ સાથેના અમુક ફોટા પણ શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે પરાગ અગ્રવાલ, શ્રેયા ઘોષાલના પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયની પણ નજીક છે. એક પ્રૌદ્યોગિકી કાર્યકારી પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
