સિંગર કેકેના મોત પર વધ્યુ સસ્પેન્સ, ચહેરા અને માથા પર ઈજાના નિશાન, કોલકત્તા પોલિસે નોંધ્યો કેસ
સિંગર કેકેના ચહેરા અને માથા પર ઈજાના નિશાન મળ્યા બાદ પોલિસ કેસ નોંધવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ 53 વર્ષની ઉંમરમાં બૉલિવુડના જાણીતા ગાયક કૃષ્ણ કુમાર કુન્નથ ઉર્ફે કેકેનુ નિધન થઈ ગયુ. તેમનુ નિધન કોલકત્તામાં 31 મેની રાતે લાઈવ શો બાદ થયુ છે. તેમના નિધનના સમાચાર આવ્યા પછી કોઈને આના પર વિશ્વાસ નહોતો થયો. જો કે, હવે કોલકત્તા પોલિસે 'અસામાન્ય મોત'નો કેસ દાખલ કર્યો છે. આ કેસ સિંગરના ચહેરા અને માથા પર ઈજાના નિશાન મળ્યા બાદ નોંધવામાં આવ્યો છે. મોતનુ સાચુ કારણ શોધવા માટે આજે એસએસકેએમ હોસ્પિટલમાં કેકેના શબનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

પ્રખ્યાત ગાયક કેકેના મૃત્યુનું સાચુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી પરંતુ પોલીસે ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. તેમજ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 31 મેની રાત્રે જ્યારે સિંગર કેકે કોલકાતામાં એક કૉન્સર્ટ દરમિયાન લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ દરમિયાન કેકેને તાત્કાલિક કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ કેકેને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના ચહેરા અને માથા પર ઈજાના નિશાન છે. જો કે, કેકેના મૃત્યુનુ સાચુ કારણ જાણવા માટે કોલકાતાની SSKM હોસ્પિટલમાં 01 જૂને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસ હોટલ સ્ટાફ અને ઈવેન્ટના આયોજકોની પણ પૂછપરછ કરશે. વળી, કેકેની પત્ની અને પુત્ર સવારે કોલકાતા પહોંચી રહ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ સિંગરનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
