Video: ‘સાહો'નું ટીઝર રિલીઝ થતાં પડદા સામે નાચવા લાગ્યા લોકો, શ્રદ્ધાએ શેર કર્યો વીડિયો
અભિનેતા પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. એવામાં તેમના ફેન્સ ટીઝર જોઈને જાણે દીવાના થઈ ગયા અને થિયેટરમાં જ સ્ક્રીનની સામે નાચવા લાગ્યા.
અભિનેતા પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. એવામાં તેમના ફેન્સ ટીઝર જોઈને જાણે દીવાના થઈ ગયા અને થિયેટરમાં જ સ્ક્રીનની સામે નાચવા લાગ્યા. આનો એક વીડિયો શ્રદ્ધાઓ પોતાના ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાસ ઉપરાંત નીલ નિતિન મુકેશ અને જેકી શ્રોફ પણ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

વીડિયો સાથે શ્રદ્ધાએ લખ્યો આ સંદેશ
શ્રદ્ધા કપૂરે આ પોસ્ટ સાથે લખ્યુ - પ્રભાસના ફેન્સની દીવાનગી જુઓ. પ્રભાસ, સુજીત સિંહ અને ટીમે સાથે કામ કરવાનુ સપનુ હતુ મારુ. સાહેની ટીમની બે વર્ષની સખત મહેનત બાદ આવુ રિએક્શન જોઈને હું અભિભૂત છુ. થેંક યુ સાહો...
|
યુટ્યુબ પર ટૉપ ટ્રેંડ કરી રહ્યુ છે સાહોનું ટીઝર
તેલુગુ અને હિંદીમાં રિલીઝ થયેલુ સાહોનું ટીઝર લોકોને ખૂબ ગમી રહ્યુ છે. 24 કલાકમાં આના પર 10 લાખથી વધુ વ્યૂ આવી ચૂક્યા છે. ફિલ્મના ટીઝરમાં ઘણી એક્શન જોવા મળી રહી છે. વળી, એક ઝલક મહેશ માંજરેકરની પણ જોવા મળી રહી છે. ફિલ્મના પ્રી પ્રોડક્શનમાં બે વર્ષ લાગ્યા છે.
મારા માટે હંમેશાથી સુપર હીરો હતા પ્રભાસ
ફિલ્મના ડાયરેક્ટર સુજીતે મુંબઈ મિરર સાથે વાતચીતમાં કહ્યુ કે - પ્રભાસ સર માટે મારા દિમાગમાં હંમેશાથી કંઈક હતુ. તે બાહુબલીથી પહેલા પણ મારા માટે એખ સુપરહીરો હતા. તે તેલુગુ બેલ્ટના મોટા સ્ટાર હતા અને બાહુબલીએ તેમને વધુ મોટા બનાવી દીધા. મે સાહોની સ્ક્રીપ્ટ પર તેમની સાથે 2015માં ચર્ચા કરી હતી. આ એખ મોટી થ્રીલર મૂવી છે તો પ્રી પ્રોડક્શનમાં 2 વર્ષ લાગી ગયા. સમય ઘણો લાગ્યો છે અને આનુ સુંદર પરિણામ ટીઝરના વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
