રાજ કુંદ્રાની ગાડી આગળ ભાગ્યો શિલ્પા શેટ્ટીનો બૉડીગાર્ડ, Video જોઈને ફેન્સ બોલ્યા આને કહેવાય વફાદારી
શિલ્પા શેટ્ટીના બૉડીગાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પૉર્નોગ્રાફી કેસમાં 2 મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર ઘરે પાછા આવી ચૂક્યા છે. રાજ કુંદ્રાને પૉર્ન ફિલ્મ કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે ઘણી વાર જામીનની અપીલ કર્યા બાદ છેવટે રાજ કુંદ્રાને 20 સપ્ટેમ્બરે જામીન મળી ગયા. 21 સપ્ટેમ્બરે રાજ કુંદ્રા પોતાના પરિવાર પાસે ઘરે આવ્યા. જેલમાંથી બહાર આવીને ઘરે પહોંચવા સુધી રાજ કુંદ્રાને ઘણી વાર કેમેરામાં કેદ કરવામાં આવ્યા.

રાજ કુંદ્રાને કરવામાં આવ્યો ટ્રોલ
રાજ કુંદ્રાની ખરાબ હાલત જોઈને તેનો જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો. રાજ કુંદ્રાના ઘણા ફોટા અને વીડિયો વચ્ચે એક એવો નઝારો સામે આવ્યો છે જેની સહુ કોઈએ પ્રશંસા કરી. શિલ્પા શેટ્ટીના બૉડીગાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શિલ્પા શેટ્ટીનો બૉડીગાર્ડ
આ વીડિયોમાં જે રીતે શિલ્પા શેટ્ટીના બૉડીગાર્ડ રાજ કુંદ્રાની ગાડીની આગળ ભાગી રહ્યો છે તેને જોઈને સહુ કોઈ ચોંકી ગયા છે અને સાથે જ તેની વફાદારીની પણ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે શિલ્પાનો બૉડીગાર્ડ રાજ કુંદ્રાની સુરક્ષા માટે ગાડીની આગળ ઝડપથી ભાગી રહ્યો છે. રાજની ગાડી પાછળ-પાછળ ચાલી રહી છે. બૉડીગાર્ડ ગાડી માટે રસ્તો બનાવી રહ્યો છે અને ઝડપથી ભાગી રહ્યો છે.

શિલ્પા શેટ્ટીના બૉડીગાર્ડની પ્રશંસા
આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ શિલ્પાના બૉડીગાર્ડ રવિની મહેનત અને વફાદારીની પ્રશંસા કરી છે. આ વીડિયોમાં દેખાય છે કે રાજ કુંદ્રા જામીન મળ્યા બાદ પોતાની કાળી મર્સિડીઝ કારથી ઘરે પહોંચે છે. ઘરે પહોંચવાના રસ્તામાં બૉડીગાર્ડ રવિ રસ્તો ખાલી કરાવે છે. જેના કારણે ત્યાંથી ભીડ હટવા લાગે છે.

રાજ કુંદ્રા જેલમાંથી બહારનો ફોટો
બૉડીગાર્ડ રવિનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ અઢળક યુઝર્સે બૉડીગાર્ડ રવિને તેના કામ માટે સલામ કર્યુ અને તેને પ્રેરણાદાયક ગણાવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
