શિલ્પા શેટ્ટી અને તેની માને 1.36 કરોડની છેતરપિંડી મામલે મળી રાહત, જાણો શું છે સમગ્ર મામલો
બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટીને 1.36 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે મોટી રાહત મળી છે.
લખનઉઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટીને 1.36 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે મોટી રાહત મળી છે. આ રાહત ચિનહટ પોલિસ સ્ટેશને આપી છે. વાસ્તવમાં, શિલ્પા શેટ્ટી અને તેની મા પર આયોસિસ વેલનેસ સેન્ટરની ફ્રેન્ચાઈઝી આપવાના નામે કરોડોની છેતરપિંડી અને ખરાબ સામાન્ય આપવાનો કેસ રાજધાની લખનઉના વિભૂતિ ખંડ પોલિસ સ્ટેશમાં ગયા વર્ષે 2020માં નોંધવામાં આવ્યો હતો. પોલિસ તપાસ બાદ આ મામલે શિલ્પા શેટ્ટી અને તેની માનુ નામ હટાવી દેવામાં આવ્યુ છે.

જો કે કંપનીના ડાયરેક્ટર તેમજ શિલ્પા શેટ્ટીના સહયોગી રહેલ કિરણ બાબાને હજુ આ કેસમાં રાહત મળી નથી. કિરણ બાબા સહિત આઠા લોકો પોલિસની કાર્યવાહીમાં સપડાઈ ગયા છે. તેમની સામે પોલિસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં તપાસ વિભૂતિ ખંડ પોલિસ સ્ટેશનમાંથી કરવામાં આવી રહી છે પરંતુ તપાસમાં બેદરકારીના કારણે આની તપાસ ચિનહટ પોલિસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામમાં આવી હતી. અમર ઉજાલાના સમાચાર મુજબ વિભૂતિખંડ નિવાસી જ્યોત્સનાએ શિલ્પા શેટ્ટીની કંપની આયોસિસ વેલનેસ સેન્ટરની ફ્રેન્ચાઈઝી આપવાના નામે છેતરપિંડી અને પૂર રકમ લીધા પછી ખરાબ સામાન આપવાનો આરોપ લગાવીને પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર અજય શુક્લાએ જણાવ્યુ કે 7 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. છેતરપિંડી થતા પહેલા શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટીએ આ કંપનીને છોડી દીધી હતી. તેની સામે લાગેલા આરોપોમાં કોઈ પણ પુરાવા મળ્યા નથી. જેના કારણે તેમના નામ હટાવી દેવામાં આવ્યા છે. પીડિતા દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે તેઓ આમાં જોડાયેલા છે. જેના કારણે શિલ્પા શેટ્ટીને 11 ઓગસ્ટના રોજ નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ ફરિયાદી દ્વારા લગાવેલા આરોપોમાં શિલ્પાની ભૂમિકા મળી નથી.
તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર અજય શુક્લાએ જણાવ્યુ કે આ કંપનીના ડાયેક્ટર કિરણ બાબા સામે પુરતા પુરાવા મળ્યા છે. ટૂંક સમયમાં પોલિસ ટીમ ફરીથી કિરણ બાબાને નોટિસ મોકલીને નિવેદન નોંધાવવા માટે લખનઉ બોલાવી શકે છે. એટલુ જ નહિ, તેમણે જણાવ્યુ કે પુરાવાના આધારે કંપની સાથે જોડાયેલ વિનય ભસીન, દર્શન, અનામિકા ચતુર્વેદી, પૂનમ કુમારી ઝા, ઈશરફીલ ધરમજવાલા, આશા શેટ્ટી અને નવનીત સુજલાના સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે.
2017માં શિલ્પા શેટ્ટીએ છોડી દીધી હતી કંપની
પોલિસના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં શિલ્પા તેમજ તેની મા સુનંદા તરફથી વકીલના માધ્યમથી જવાબ આવ્યો હતો. જેમાં તેમણે કંપની 2017ના અંતમાં જ છોડી દેવાની વાત કહી હતી. તેના પુરાવા પણ તેમણે રજૂ કર્યા હતા. આના આધારે તેમણે કેસમાંથી શંકાસ્પદ લોકોની લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
