Viral Video : શોર્ટ ડ્રેસના ચક્કરમાં ખેંચી ખેંચીને શરીર ઢાંકતી જોવા મળી શનાયા કપૂર, વીડિયો વાયરલ
બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયારી કરી રહેલી શનાયા કપૂર તેની ફેશન સેન્સને લઈને સતત ચર્ચામાં રહે છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા જ તેની મોટી ફેન ફોલોઈંગ છે. શનાયાના ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હાલમાં જ શનાયા કપૂરનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા ફોટોમાં શનાયા કપૂર શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં શનાયા કમાલની ખૂબસૂરત લાગી રહી છે. શોર્ટ ડ્રેસમાં શનાયા ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જો કે આ ડ્રેસ થોડો વધારે નાનો હતો અને તેના કારણે શનાયા અસહજ જોવા મળી હતી. તે ડ્રેસને વારંવાર ખેંચીને ઠીક કરતી દોવા મળી હતી.

શનાયા કપૂર તેના આ ગ્લેમરસ અવતારમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. શનાયાનો આ સ્કાય બ્લૂ ડ્રેસમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. શનાયાની આ અદાઓ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે. હવે તેનો આ ગ્લેમરસ અવતાર આજની જેમ ફેલાઈ રહ્યો છે.
શનાયાના આ ગ્લેમરસ અવતારનો આ વીડિયો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શનાયા જેટલી ખૂબસૂરત લાગી રહી છે તેટલી જ સહજ જોવા મળી રહી છે. તે વારંવાર તેના ડ્રેસને ઠીક કરી રહી છે. જો કે તમામ બાબતોમાં તેની ખૂબસૂરતીનો કોઈ જવાબ નથી.
આ વીડિયો સેલેબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે. ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, બોલિવૂડની આવનારી સ્ટાર! આજે ઈવેન્ટમાં ખૂબસૂરત શનાયા કપૂર, તેણીએ પોતાની જાતને આકર્ષક શોર્ટ ડ્રેસમાં સ્ટાઈલ કરી હતી અને તે ડ્રીમી લુકમાં જોવા મળી છે.
શનાયા કપૂર સંજય કપૂરની દીકરી છે અને તેના લુક્સના ખુબ જ વખાણ થાય છે. ફેન્સ તેને ફિલ્મોમાં જોવા માટે ઉત્સુક છે. તે તેટલી સફળ થાય છે તેનો હવે ફિલ્મ આવે ત્યારે જ ખબર પડશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શનાયા કપૂર કરણ જોહરની ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આમાં ઘણા સ્ટાર કિડ્સ જોવા મળશે.












Click it and Unblock the Notifications
