શનાયા કપૂરના બેલે ડાન્સે સોશિયલ મીડિયા પર આગ લગાડી
શનાયાએ તેનો એક બેલી ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ પણ વીડિયો પર ટિપ્પણી કરી છે.
સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂની તૈયારીમાં વ્યસ્ત છે. શનાયા ક્લાસિકલથી બેલી ડાન્સ સુધીની તાલીમ લઈ રહી છે અને સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, શનાયાએ તેનો એક બેલી ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ પણ વીડિયો પર ટિપ્પણી કરી છે.

નવ્યા નંદાની કોમેન્ટ
શનાયા કપૂરે વીડિયો પોસ્ટ કરી લખ્યુ કે, How we learn a choreography..#practicesessions with the best!!! @sanjanamuthreja.. નવ્યા નંદાએ આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, I got a stomach ache watching this. નવ્યા, શનાયા, સુહાના ખાન, અનન્યા પાંડે આ તમામ બધા બાળપણના મિત્રો છે. નવ્યા સિવાય સંજય કપૂર, સીમા ખાન સહિત ઘણા ચાહકોએ શનાયાના વીડિયો પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને પ્રશંસા કરી છે.

પહેલી ફિલ્મ આ મહિનામાં શરૂ થશે
તમને જણાવી દઈએ કે, શનાયા કપૂર ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ગુરફતેહ પીરઝાદા અને લક્ષ્યા લાલવાણી હશે. ઘણા સમયથી શનાયાના બોલિવૂડ ડેબ્યૂ અંગે અફવાઓ ચાલી રહી હતી. હવે તેની પહેલી ફિલ્મ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે.

બોલિવુડમાં એન્ટ્રી
ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મમાં શનાયાને આવકારીને કરણ જોહરે લખ્યું, "ડીસીએ સ્કવોડમાં શનાયાનું સ્વાગત છે. આ જુલાઈમાં ધર્મા મૂવી સાથે શરૂ થનારી તમારી પ્રથમ ફિલ્મ યાત્રા યાદગાર અને રોમાંચક બની રહેશે."

કપુર ખાનદાન
તમને જણાવી દઈએ કે, શનાયા સંજય કપૂર અને મહેપ સંધુની પુત્રી છે. આ પહેલા બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂરને પણ કરણ જોહર દ્વારા ફિલ્મ ધડકથી લોન્ચ કરાઈ હતી.

નેપોટીઝમ પર સવાલ
સામાન્ય વાત છે કે શનાયા તેની પદાર્પણ દરમિયાન નેપોટીઝમથી બચી શકશે નહીં. એક ફિલ્મ પરિવારનો હિસ્સો હોવાથી તેને સોશિયલ મીડિયા પર નેપોટિઝમ સંબંધિત પ્રશ્નોમાંથી પસાર થવું પડશે.

આ બધી શનાયાની મહેનત છે-સંજય કપુર
જ્યારે પુત્રીના બોલિવૂડ ડેબ્યૂ વિશે સંજય કપૂરને પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું, "તે બધી શનાયા કપૂરની મહેનત છે અને તે સારા લોન્ચની હકદાર છે." કપૂર પરિવારમાં આ પહેલા સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર, અર્જુન કપૂર અને જ્હાનવી કપૂર ફિલ્મોમાં દેખાઇ ચૂક્યા છે. હવે ખુશી કપૂર અને શનાયા કપૂરના ડેબ્યૂની તૈયારી ચાલી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
